GSSSB Recruitment 2025: ITI પાસ ઉમેદવારો માટે સરકારી ભરતી,પગાર રૂ. 26,000/- વાંચો પૂરી માહિતી

GSSSB Recruitment 2025: ગુજરાત રાજ્યમાં ITI પાસ યુવાનો માટે એક મોટી તક ઊભી થઇ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માર્ગ અને મકાન વિભાગ હેઠળ ‘વાયરમેન વર્ગ-3’ માટે કુલ 66 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે પણ સરકારી નોકરીની શોધમાં છો, તો આ ભર્તી તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

ભરતીની મુખ્ય માહિતી | GSSSB વાયરમેન ભરતી 2025

વિગતોમાહિતી
સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગમાર્ગ અને મકાન વિભાગ
પોસ્ટવાયરમેન વર્ગ-3
કુલ જગ્યા66
અરજી પદ્ધતિઓનલાઈન
છેલ્લી તારીખ25 જૂન, 2025
અધિકૃત વેબસાઈટojas.gujarat.gov.in

કેટેગરી પ્રમાણે જગ્યા વિતરણ

કેટેગરીજગ્યાઓની સંખ્યા
સામાન્ય વર્ગ (GEN)22
આર્થિક રીતે નબળા (EWS)6
અનુસૂચિત જાતિ (SC)3
અનુસૂચિત જન જાતિ (ST)21
કુલ66

લાયકાત

  • સરકાર માન્ય ITI સંસ્થામાંથી વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં 2 વર્ષનું પ્રમાણપત્ર હોવું જરૂરી
  • કમ્પ્યુટરનો મૂળભૂત જ્ઞાન હોવો જોઈએ
  • ગુજરાતી અને/અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન
  • પસંદ થયેલા ઉમેદવારોને લાઇસન્સિંગ બોર્ડમાં નોંધણી કરાવવી ફરજિયાત રહેશે

ઉંમર મર્યાદા

  • ઉંમર 18 થી 33 વર્ષ વચ્ચે હોવી જોઈએ
  • અનામત વર્ગ, મહિલા, માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમો અનુસાર છૂટછાટ મળશે

પગાર ધોરણ

  • પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 26,000/-
  • બાદમાં પગાર રૂ. 19,900 થી રૂ. 63,200 (લેવલ-2) મુજબ મળશે

અરજી કેવી રીતે કરવી?

  1. ojas.gujarat.gov.in પર વિઝિટ કરો
  2. “Current Advertisement” વિભાગમાં GSSSB ભરતી શોધો
  3. સંબંધિત પોસ્ટ પર ક્લિક કરો
  4. “Apply” બટન પર ક્લિક કરીને ઓનલાઈન ફોર્મ ભરો
  5. અરજી કર્યા બાદ ફોર્મની પ્રિન્ટ રાખવી

નોંધ

સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ITI પાસ ઉમેદવારો માટે આ ઉત્તમ તક છે. અરજી કરવાની છેલ્લી તારીખ પહેલા તમારું ફોર્મ સબમિટ કરીને તમારા ભવિષ્ય માટે આ સારો અવસર ગુમાવશો નહીં.

Disclaimer: લેખમાં આપવામાં આવેલી માહિતી નોટિફિકેશનના આધારે છે. સંપૂર્ણ વિગતો માટે અધિકૃત વેબસાઇટની મુલાકાત લો.

આ પણ વાંચો-

Leave a Comment