ikhedut portal profile banavvi: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે શરૂ કરાયેલો (ikhedut portal) આઈ ખેડુત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) એ કૃષિ, પશુપાલન, બાગાયતી અને અન્ય વિવિધ યોજનાઓનો લાભ લેવા માટેનો એક સારો પ્લેટફોર્મ છે. જો તમે ખેડૂત છો અને આઈ ખેડુત પોર્ટલ પર પ્રોફાઇલ બનાવવી છે, તો નીચેના પગલાં અનુસરો:
સૌપ્રથમ તમારે આધાર કાર્ડ નંબર, તમારું સંપૂર્ણ નામ, લિંગ, જન્મ તારીખ, મોબાઇલ નંબર અને ઇમેલ સરનામું દાખલ કરવું પડશે.
પ્રોફાઇલ બનાવતી વખતે આપવી પડતી માહિતી | ikhedut portal profile banavvi
- ખેડૂતનો પ્રકાર પસંદ કરો
- જાતિ અને તેનું પ્રમાણપત્ર અપલોડ કરો
- સરનામું, જિલ્લો, તાલુકો અને ગામની વિગતો લખો
- પિનકોડ દાખલ કરો
- બેંક ખાતાની વિગતો અને પાન કાર્ડની માહિતી ઉમેરો.
- જમીનના 7/12 ના દાખલા અપલોડ કરો.
- મંડળી (એગ્રો) સાથે જોડાણ હોય તો તે પણ ઉમેરો.
પસંદગીની યોજના માટે અરજી કરતાં પહેલા આ પ્રોફાઇલ જરૂરી છે. એકવાર પ્રોફાઇલ તૈયાર થઈ જાય પછી, તમે વિવિધ સહાય અને સબસિડી યોજનાઓમાં ઓનલાઈન અરજી કરી શકો છો.
ટિપ: ખાતરી કરો કે તમારા તમામ દસ્તાવેજ સાચા અને અપડેટેડ છે.
આ રીતે તમે સરળતાથી આઈ ખેડુત પોર્ટલ પર પ્રોફાઇલ બનાવી, સરકારની સહાયનો લાભ લઈ શકો છો
આ પણ વાંચો-Sell old 50 rupee note: માત્ર ₹50ની નોટથી કમાવો ₹4 લાખ! જાણો કેવી રીતે
મારુ નામ જીગ્નેશ છે હું GujVacancy.com નો ઓનર અને રાઇટર છુ. અને આ સાઇટ પર સરકારી નોકરી, ખાનગી નોકરીની જાહેરાતો અને સરકારી યોજનાઓ વિશે અપડેટ આપીએ છીએ. જે સત્તાવાર સ્ત્રોતો પર આધારિત હોય છે.