JMC Recruitment 2025:ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવોથી શહેરી આરોગ્ય સેવાઓનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે જામનગર મહાનગરપાલિકાના ફાળે આવેલ U.C.H.C.(શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર) માટે ૧૦૦% ગ્રાન્ટ આધારીત જગ્યાઓ મંજુર કરેલ છે.
જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની વિવિધ જગ્યાઓ (પત્રકમાં દર્શાવેલ મુજબ) ઉપર યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર પસંદ કરવા માટે ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે, આ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર તા.૧૦/૦૧/૨૦૨૫ ના રોજ (બપોરના ૧૨:૦૦ કલાક) થી તા.૩૦/૦૧/૨૦૨૫ (સમય રાત્રીના ૨૩:૫૯ કલાક સુધીમાં) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.
જામનગર મહાનગરપાલિકા ભરતી 2025 | JMC Recruitment 2025
વિગતો | વર્ણન |
---|---|
સંસ્થા | જામનગર મહાનગરપાલિકા (JMC) |
પોસ્ટ | તબીબી અધિકારી, ગાયનેકોલોજીસ્ટ, પીડીયાટ્રીશીયન |
જગ્યા | 7 |
વિભાગ | હેલ્થ ડિપાર્ટમેન્ટ |
નોકરીનો પ્રકાર | સરકારી |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 જાન્યુઆરી 2025 |
અરજી માધ્યમ | ઓનલાઈન |
ક્યાં અરજી કરવી | ojas.gujarat.gov.in |
સત્તાવાર વેબસાઇટ | https://mcjamnagar.com/ |
જામનગર મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો
જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરી છે તેમાં જણાવ્યા મુજબ કુલ 7 પદો માટે આ ભરતી છે. જે નીચે મુજબ છે.
- તબીબી અધિકારી- ખાલી જગ્યા 1
- ગાયનેકોલોજીસ્ટ- ખાલી જગ્યા 3
- પીડીયાટ્રીશીયન- ખાલી જગ્યા 3
શૈક્ષણિક લાયકાત
પદ નામ | શૈક્ષણિક લાયકાત | અન્ય લાયકાત |
---|---|---|
તબીબી અધિકારી વર્ગ-2 | – ભારત સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. ડિગ્રી – ઈન્ટર્નશીપ પૂર્ણ કરેલ હોવું ફરજિયાત – અનુભવ હોવા પર પ્રાથમિકતા | – નિયત કરાયેલ કમ્પ્યુટર સંબંધે મૂળભૂત જ્ઞાન – ગુજરાતી, હિન્દી, અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ |
ગાયનેકોલોજીસ્ટ | – ભારત સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. ડિગ્રી – એમ.ડી. (ગાયનેકોલોજી) અથવા ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઈન ગાયનેકોલોજી | – નિયત કરાયેલ કમ્પ્યુટર સંબંધે મૂળભૂત જ્ઞાન – ગુજરાતી, હિન્દી, અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ |
પીડીયાટ્રીશીયન | – ભારત સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. ડિગ્રી – એમ.ડી. (પીડીયાટ્રીક્સ) અથવા ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઈન પીડીયાટ્રીક્સ | – નિયત કરાયેલ કમ્પ્યુટર સંબંધે મૂળભૂત જ્ઞાન – ગુજરાતી, હિન્દી, અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ |
વય મર્યાદા
આ તમામ પદો માટે અરજી કરવા ઉમેદવારની ઉમર મર્યાદા મહતમ 35 વર્ષ,નક્કી કરવામાં આવી છે. અને સરકાર ના નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારોને અરજી કરવા વય મર્યાદામાં છુટ આપવામાં આવશે.
પગારધોરણ
જુદા જુદા પદ માટે તેમનો પગાર જુદો જુદો છે.
તબીબી અધિકારી વર્ગ-2 ના પદ પર નિમણૂક થયેલ ઉમેદવારને માસિક ₹53,100-₹1,67,800,ગાયનેકોલોજીસ્ટ ને ₹67,700-₹2,08,700 અને ₹67,700-₹2,08,700 પગાર ચૂકવવા પાત્ર છે.
જામનગર મહાનગરપાલિકા ભરતી 2025 કેવી રીતે અરજી કરવી ? JMC Recruitment 2025
આ ભરતીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની છે તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા નીચે આપેલ છે.
- સૌ પ્રથમ આપેલ સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પર જવું.
- અહી કરંટ રિક્રુટમેન્ટ નોં ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો. તેના પછી જામનગર મહાનગરપાલિકા ભરતીની લિન્ક આપેલ છે તેના પર ક્લિક કરો.
- જુદી જુદી ભરતીની માહિતી આપેલ છે. પોસ્ટની સામે apply બટન આપેલ છે.
- ઉમેદવાર જે પોસ્ટ માટે લાયકાત ધર્વતો હોય અને અરજી કરવી હોય તેની સામે apply બટન પર ક્લિક કરો.
- અરજીફોરમ ખુલશે તે ધ્યાનપૂર્વક તમામ માહિતી ભરો. અને દસ્તાવેજ પણ અપલોડ કરો.
- કમ્પ્લેટ અરજી ફોર્મ ભરાઈ ગયા પછી સબમિટ બટન પર ક્લિક કરો અને તેની એક નકલ પણ લઈ લો.
મહત્વની લિંક્સ
ઓનલાઈન અરજી કરવા માટે | અહી ક્લિક કરો. |
સત્તાવાર જાહેરાત માટે | અહી ક્લિક કરો. |
આ પણ વાંચો-
- VMC Recruitment Advertisement 2025:ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ માટે ભરતીની જાહેરાત,જુઓ પોસ્ટ,લાયકાત અને અન્ય માહિતી
- GSFC university Gujarat Recruitment 2025: ગુજરાતનાં વડોદરામાં આવેલ યુનિવર્સિટીમાં ભરતીની જાહેરાત,જુઓ પોસ્ટ અને તેની માહિતી

મારુ નામ જીગ્નેશ વાઘેલા છે. હું gujvacancy.com નોં author,એડમીન અને લેખક છું. હું કોલેજ સ્ટુડન્ટ છું અને 2 વર્ષથી બ્લોગિંગ અને કોન્ટેન્ટ રાઇટિંગ કરું છું. હું મુખ્યત્વે નોકરીની જાહેરાત ની માહિતી આ વેબસાઇટ પર લખું છું.