DGAFMS Group C recruitment 2025:ડાયરેક્ટરેટ જનરલ આમર્ડ ફોર્સસ્ મેડિકલ સર્વિસ દ્વારા ગ્રુપ સી સિવિલિયન પદો પર ભરતી,વાંચો પૂરી માહિતી

DGAFMS Group C recruitment 2025: ડાયરેક્ટરેટ જનરલ આમર્ડ ફોર્સસ્ મેડિકલ સર્વિસ દ્વારા વર્ષ 2025 માટે ગ્રુપ સી સિવિલિયન પદો માટે ભરતી ની જાહેરાત કરી છે. ઓનલાઇન અરજી ની શરૂઆત 7 જાન્યુઆરી 2025 થી શરૂ થઈ ગઈ છે છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી 2025 છે. જેથી ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોને અરજી જમા કરાવવા માટે પૂરતો સમય મળશે.

સમગ્ર ભારતમા DGAFMS ના ભિન્ન યુનિટ અને ડેપોમા 113 ખાલી જગ્યાઓ ભરવા માટે આ ભરતી યોજાઇ છે. અને આ પદોમાં સ્ટોર કીપર, એકાઉન્ટન્ટ, ફાયરમેન, સ્ટેનોગ્રાફર અને અન્ય પદોનો સમાવેશ થાય છે. જે જુદી જુદી યોગ્યતાઓ અને સ્કિલ હોય તેમને સ્વીકારે છે. પાત્રતા માપદંડ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા અને અન્ય જરૂરી બાબતોની સમગ્ર માહિતી નીચે આપેલી છે.

DGAFMS ગ્રુપ સી ભરતી 2025

વીગતોવર્ણન
સંસ્થા/વિભાગડાયરેક્ટરેટ જનરલ આમર્ડ ફોર્સસ્ મેડિકલ સર્વિસ (DGAFMS)
પોસ્ટગ્રુપ “C”સિવિલિયન પદ
ખાલી જગ્યા113
અરજીની શરૂઆત7 જાન્યુઆરી 2025
અરજીની છેલ્લી તારીખ6 ફેબ્રુઆરી 2025
અરજી માધ્યમઓનલાઇન
સત્તાવાર વેબસાઈટdgafms24.onlineapplicationform.org

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ન્યૂનતમ ઉંમર 18 વર્ષ છે. અને મહત્તમ ઉંમર એ પદ મુજબ અલગ અલગ છે. જે 25 થી 30 વર્ષની વચ્ચે છે. સરકાર ના નિયમ મુજબ વિશિષ્ટ વર્ગના ઉમેદવારોને વય મર્યાદા છૂટ આપવા પાત્ર છે. જે નીચે મુજબ છે.

  • ઓબીસી- 3 વર્ષ
  • એસસી/એસટી – 5 વર્ષ
  • પીડબ્લ્યુડીબીડી – 10 વર્ષ
  • ભૂતપૂર્વ સૈનિક- અર્મડ ફોર્સમાં આપવામાં આવેલ સેવાના આધારે વય મર્યાદામા છૂટ

શૈક્ષણિક લાયકાત

પોસ્ટશૈક્ષણિક લાયકાત અને અનુભવ
એકાઉન્ટન્ટકોમર્સમાં ડિગ્રી અથવા 12 પાસ, એકાઉન્ટ્સ/બજેટ વર્કમાં 2 વર્ષનો અનુભવ.
સ્ટેનોગ્રાફર ગ્રેડ II12મું પાસ, શોર્ટહેન્ડ અને ટાઇપિંગમાં નિપુણતા.
લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC)12મું પાસ, અંગ્રેજીમાં 35 WPM અથવા હિન્દીમાં 30 WPM ટાઇપ કરવાની ઝડપ.
સ્ટોર કીપર12મું પાસ, મેનેજિંગ સ્ટોરમાં 1 વર્ષનો અનુભવ.
ફોટોગ્રાફર12મું પાસ, ફોટોગ્રાફીમાં ડિપ્લોમા, ફોટોગ્રાફી ટેકનોલોજીનો અનુભવ ઇચ્છનીય.
ફાયરમેનમેટ્રિક, શારીરિક તંદુરસ્તી અને અગ્નિશામક તાલીમ.
રસોઇમેટ્રિક, રસોઈમાં નિપુણતા.
લેબ એટેન્ડન્ટવિજ્ઞાન વિષય સાથે મેટ્રિક, પ્રયોગશાળામાં 1 વર્ષનો અનુભવ.
મલ્ટિ-ટાસ્કિંગ સ્ટાફમેટ્રિક અથવા સમકક્ષ લાયકાત.
વેપારી સાથીમેટ્રિક અથવા સમકક્ષ લાયકાત.
ધોબીમેટ્રિક અથવા સમકક્ષ લાયકાત.
સુથાર અને જોડનારમેટ્રિક અથવા સમકક્ષ લાયકાત.
ટીન-સ્મિથમેટ્રિક અથવા સમકક્ષ લાયકાત.

પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયામાં બે મુખ્ય પગલા છે. સૌપ્રથમ એક લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જે 100 ગુણની હશે, અને તેનો સમય બે કલાકનો રહેશે. અને આ પરીક્ષામાં જનરલ નોલેજ, રીઝનીંગ, ગણિત, જનરલ ઇંગલિશ, સામાન્ય જાગરૂકતા વગેરે વિષયો હશે. બીજુ

કેટલાક પદો માટે, ઉમેદવારોએ ટ્રેડ વિશિષ્ટ પરીક્ષા આપવાની રહેશે. જેમાં આવડત અને ટાઈપિંગ મૂલ્યાંકન નો સમાવેશ થાય છે. આ પરીક્ષાઓ ફક્ત ક્વોલીફાઈંગ નીચેની હોય છે અને ફક્ત વિશિષ્ટ ભૂમિકાઓ માટે જરૂરી હોય છે. મેરી વિશિષ્ટ પરીક્ષાઓમાં આગળ વધવા ઉમેદવારો લેખિત પરીક્ષામાં સારું પ્રદર્શન કરવાનું રહેશે અને શોર્ટ લિસ્ટમાં આવવાનું રહેશે.

મહત્વની તારીખ

  • અરજી શરૂ થવાની તારીખ- 7 જાન્યુઆરી 2025 બપોરે 12:00 વાગે
  • અરજી ની છેલ્લી તારીખ- 6 ફેબ્રુઆરી 2025 રાત્રે 11: 59 વાગે

DGAFMS ગ્રુપ સી ભરતી 2025 અરજી કેવી રીતે કરવી ? DGAFMS Group C recruitment 2025

  • અરજી કરવા માટે સૌપ્રથમ ઓનલાઇન વેબસાઈટ https://dgafms24.onlineapplicationform.org/DGAFMS/ પર જાઓ.
  • New registration – લિંક આપેલી હશે તેના પર ક્લિક કરો અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરો.
  • તમને લોગીન આઈડી અને પાસવર્ડ મળશે તેના દ્વારા લોગીન કરો.
  • અરજી ફોર્મમાં તમારી વ્યક્તિગત, શૈક્ષણિક માહિતી ભરો.
  • તમારો પાસપોર્ટ સાઇઝ નો ફોટો સિગ્નેચર અને જરૂરી દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરો.
  • ઓનલાઇન પેમેન્ટ ગેટવે ના માધ્યમથી અરજી ફી ( લાગુ હોય તો) ચુકવણી કરો..
  • અરજી ફોર્મ ભરાઈ ગયા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ લઈ લો.

મહત્વની લિંક્સ

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો.
સત્તાવાર વેબસાઇટઅહી ક્લિક કરો.
ઓનલાઈન ફોર્મઅહી ક્લિક કરો.

આ પણ વાંચો –

Leave a Comment