GPSC Calander 2025: જીપીએસસી વર્ગ 1-2, DySO, એસટીઆઈ,ડૉક્ટર સહિત 1,751 જગ્યાઓ પર ભરતી કરશે

GPSC Calander 2025: ગુજરાત જાહેર સેવ આયોગ (GPSC) એ વર્ષ 2025 નું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે. આ કેલેન્ડર પ્રમાણે વર્ષ 2025 માં કુલ 1,751 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ગુજરાત જાહેર સેવા આયોગે બુધવારે આ સંદર્ભે વિધિવત જાહેરાત કરી હતી.

OMR શીટ કે CBT આધારે થશે પ્રાથમિક કસોટી

જીપીએસસી એ જાહેરાત કરી છે કે, ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈને પ્રાથમિક કસોટી ઓએમઆર આધારિત કે કમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ (CBT) રહેશે.

ક્યાં કયા વિભાગમાં કેટલા હોદ્દાઓ છે ?

જે 1,751 જગ્યા પર ભરતી બહાર પડવાની છે તેમાં તબીબી અધિકારી રેસીડે. તબીબી અધિકારી ( આયુર્વેદ) વર્ગ-૨ ની અંદાજી 100 જગ્યા છે. અને આ જગ્યા માટે જૂન મહિનામાં જાહેરાત બહાર પાડવામાં આવશે અને ઓક્ટોબર 2025 માં પ્રાથમિક કસોટી લેવામાં આવશે.

આવી જ રીતે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ ૩ ની ૧૬૦ જગ્યા પર ભરતી કરાશે. માર્ગ અને મકાન વિભાગમાં મદદનીશ ઇજનેરની 139 જગ્યા, શિક્ષણ સેવામાં વહીવટી શાખા વર્ગ-૨ થી ૩૦૦ જગ્યા, રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ૩ ની ૩૨૩ જગ્યા, ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧,ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-૨ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ ની 100 જગ્યા, મદદનીશ ઇજનેર ( સિવિલ) વર્ગ-૨ ( માર્ગ મકાન વિભાગ) ની 85 સહિત અલગ અલગ વર્ગની વિવિધ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

દિવ્યાંગ ઉમેદવારોની ભરતી કરવાની થતી હોય પરીક્ષા ના સમયમાં મોટા ફેરફાર થવાની પણ જીપીએસસી એ સંભાવના વ્યક્ત કરી છે.

વધારે માહિતી અને ખાલી જગ્યાઓની યાદી ગુજરાત જાહેર સેવા આયોગની ઓફિસિયલ વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ અને https://gpsc-ojas.gujarat.gov.in/ પરથી જોઈ શકો છો.

વર્ષ 2025 જીપીએસસી પરીક્ષામાં કુલ કેટલી ખાલી જગ્યાઓ છે ?

વર્ગ 1-2, DySO, એસટીઆઈ,ડૉક્ટર સહિત 1,751 જગ્યાઓ પર ભરતી છે.

આ પણ વાંચો-

Leave a Comment