હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવ ( મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કેમિકલ) ની ભરતી માટે 15 જાન્યુઆરી 2025 ના રોજ જાહેરાત કરવામાં આવી હતી. પાત્રતા માપદંડ પગાર ધોરણ અરજી પ્રક્રિયા વગેરેની માહિતી અહીં તમે જોઈ શકો છો.
એચપીસીએલ જુનિયર એક્ઝિક્યુટિવ ભરતી 2025
આ ભરતી માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી અરજી કરી શકે છે. 15 જાન્યુઆરી 2025 થી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી 2025 છે. તમે વેબસાઈટ https://Hindustanpetroleum.com/ પરથી અરજી કરી શકશો.
સંસ્થા | હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ( HPCL) |
પોસ્ટનું નામ | જુનિયર એક્ઝિક્યુટિવ ( મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કેમિકલ) |
ખાલી જગ્યા | 234 |
પાત્રતા માપદંડ | સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા |
અરજી ની તારીખ | શરૂઆત- 15 જાન્યુઆરી 2025 છેલ્લી તારીખ- 14 ફેબ્રુઆરી 2025 |
અરજી માધ્યમ | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://Hindustanpetroleum.com/ |
પોસ્ટનું નામ અને ખાલી જગ્યા
આ ભરતીમાં જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા વિભાગમાં કુલ 234 ખાલી જગ્યાઓ માટે ભરતી યોજાય છે. જેમાં પદ મુજબ જગ્યા નીચે મુજબ છે.
- મિકેનિકલ- 130
- ઇલેક્ટ્રિકલ- 65
- ઇન્સ્ટ્રુમેન્ટેશન- 37
- કેમિકલ- 2
જેમાં કેટેગરી પ્રમાણે ખાલી જગ્યા આ મુજબ આરક્ષિત છે:
- SC – 35
- ST – 17
- OBC- NCL – 63
- EWS – 63
- UR – 96
એચપીસીએલ જુનિયર એક્ઝિક્યુટિવ ભરતી 2025 પાત્રતા માપદંડ
- ઉમેદવારે અખિલ ભારતીય ટેકનીકલ શિક્ષા પરિષદ ( ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન) દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા મથી મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇન્સ્ટ્રુમેન્તેશન એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અથવા કેમિકલ એન્જિનિયરિંગમાં 3 વર્ષનું નિયમિત ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.
- જે ઉમેદવારો અનારક્ષિત વર્ગથી, કે અન્ય બિજડા વર્ગથી કે આર્થિક રૂપે કમજોર વર્ગથી આવે છે. તેમને આ ક્વોલિફાઇન પરીક્ષામાં કુલ ૬૦ ટકા ગુણ મેળવવાના રહેશે. અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને વિકલાંગ વ્યક્તિઓ માટે ન્યૂનતમ 50% ગુણ મેળવવાના રહેશે.
ઉંમર મર્યાદા
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ. અને મહત્તમ ઉંમર 25 વર્ષ રાખવામાં આવેલી છે તેના ઉપરની ઉંમરનો વ્યક્તિ અરજી કરી શકશે નહીં.
અને નિયમો અનુસાર એસસી એસટી વર્ગના ઉમેદવારોને 5 વર્ષ સુધી અને ઓબીસીએનસીએલ ઉમેદવારોને 3 વર્ષ સુધી ઉંમર મર્યાદામાં છૂટછાટ મળશે. અને બેન્ચમાર્ક વિકલાંગ ઉમેદવારો માટે મહત્તમ ઉંમર મર્યાદામાં 10 વર્ષની છૂટ આપવામાં આવી છે.
નોંધ – અને આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારના અનુભવની જરૂર નથી.
આ પણ વાંચો-
- Gujarat Anganwadi Recruitment 2025: ગુજરાતમાં આંગણવાડીમાં 2000 પદો પર ભરતી ની જાહેરાત, શૈક્ષણિક લાયકાત 10 અને 12 પાસ
- Private job requirement 2025: ITI/ ડિપ્લોમા પર ભરતી, પરીક્ષા નથી ઇન્ટરવ્યૂ પાસ કરી મેળવવો નોકરી
પસંદગી પ્રક્રિયા
આભાર ભરતીમાં નીચે મુજબ પ્રક્રિયાથી ઉમેદવારોની પસંદગી થશે:
- કમ્પ્યુટર આધારિત પરીક્ષા
- ગ્રુપ ડિસ્કશન/ તાસ્ક, સ્કિલ ટેસ્ટ અને પર્સનલ ઇન્ટરવ્યૂ
આ ભરતી માટે ઉમેદવારોને કમ્પ્યુટર આધારિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે, જેમાં સામાન્ય યોગ્યતા અને ટેકનિકલ/પ્રોફેશનલ જ્ઞાન સંબંધીત MCQ પ્રશ્નો હશે.
અરજી ફી
આ ભરતીમાં અરજી ફી કેટેગરી ના ઉમેદવાર મુજબ અલગ અલગ છે. અને આ ફીની ચૂકવણી તેઓ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા કરી શકે છે. અરજી ફીની ચૂકવણી છેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી 2025 સુધી કરવાની રહેશે.
- યુઆર/ઓબીસી/ઇડબલ્યુએસ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી 18% જીએસટી સાથે 1800 રૂપિયા જમા કરાવવાના રહેશે.
- બેન્ચમાર્ક વિકલાંગતા વાળા ઉમેદવારો અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના ઉમેદવારોને અરજી ભીની ચૂકવણી કરવાની રહેશે.
મહત્વની લિંક્સ
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
એચપીસીએલ જુનિયર એક્ઝિક્યુટિવ ભરતી 2025 અરજી કેવી રીતે કરવી ? HPCL junior executive requirement 2025
- સૌપ્રથમ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ની સત્તાવાર વેબસાઈટ https://Hindustanpetroleum.com/ પર જાઓ.
- અહીં તમને કરિયર નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
- અહીં તમને “જોબ ઓપનિંગ્સ” વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.
- અહીં તમને ‘requirement of junior executive officer 2025 ( marketing division) ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો અને નવા પેજ પર જાઓ.
- હવે તમને અહીં અરજી કરવા માટેની લીંક દેખાય છે તેના પર ક્લિક કરો. તમે એપ્લિકેશન ફોર્મમાં પહોંચી જશો.
- તમારે અહીં નોંધણી કરવા માટે સાઈન અપ કરવાનું છે તેના પર ક્લિક કરો. અને લોગીન કરવા માટેની માહિતી મેળવવા માટે માંગવામાં આવેલ તમામ નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
- તમને અહીંથી ઇમેલ આઇડી અને પાસવર્ડ મળશે તેના દ્વારા લોગીન કરો.
- હવે અહીં તમામ માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજ, તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર વગેરે અપલોડ કરવાના છે. તેના પછી કેટેગરી મુજબ અરજી ફીની ચૂકવણી કરો.
આ પણ વાંચો-
- BHEL Recruitment 2025: ભેલ દ્વારા એન્જિનિયર ટ્રેનિં અને સુપરવાઇઝર ટ્રેનિં પદો માટે ભરતી,જુઓ પદોનો સંખ્યા,પાત્રતા અને અરજી પ્રક્રિયા
- SSC Recruitment 2025: એકાઉન્ટ ઓફિસર અને ગ્રુપ B માં ભરતી ની જાહેરાત, પગાર રૂપિયા 49,900 , જુઓ અરજી પ્રક્રિયા

મારુ નામ જીગ્નેશ વાઘેલા છે. હું gujvacancy.com નોં author,એડમીન અને લેખક છું. હું કોલેજ સ્ટુડન્ટ છું અને 2 વર્ષથી બ્લોગિંગ અને કોન્ટેન્ટ રાઇટિંગ કરું છું. હું મુખ્યત્વે નોકરીની જાહેરાત ની માહિતી આ વેબસાઇટ પર લખું છું.