VMC Recruitment Advertisement 2025:ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ માટે ભરતીની જાહેરાત,જુઓ પોસ્ટ,લાયકાત અને અન્ય માહિતી

વડોદરા મહાનગરપાલિકામાં અગ્ની શમન ( ફાયરમેન) અને તાત્કાલિક સેવા વિભાગ (ઇમરજન્સી સર્વિસીસ) માટે નીચે જણાવેલ જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરતી કરવા માટે ફક્ત ઓનલાઈન માધ્યમમાં અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર 27-01-2025 (13:00 કલાક ) થી તારીખ 14-01-2025 (23.59 કલાક ) સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની રહશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતીની વિગતો

વર્ણનવિગતો
ભરતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ માટે ભરતી કરવામાં આવી રહી છે
એપ્લિકેશન મોડમાત્ર ઓનલાઈન અરજીઓ
અરજી તારીખો27 જાન્યુઆરી, 2025 (13:00 કલાક) થી 14 ફેબ્રુઆરી, 2025 (23:59 કલાક)
એપ્લિકેશન વેબસાઇટwww.vmc.gov.in
અરજી ફીઓનલાઈન પેમેન્ટ ફરજિયાત છે. ફી વગરની અરજીઓ નામંજૂર કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયાઅરજીઓની સંખ્યાના આધારે સ્પર્ધાત્મક પરીક્ષા અને/અથવા ઇન્ટરવ્યુ શામેલ હોઈ શકે છે. કમિશનરનો નિર્ણય આખરી રહેશે.

પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ

પોસ્ટનું નામકુલ પોસ્ટ્સઓબીસીએસસીએસ.ટીEWSપીએચકુલ પોસ્ટ્સ (PH)
સ્ટેશન ઓફિસર (ફાયર)03+02 (ખાલી રહેવાની શક્યતા)02020103
સબ ઓફિસર (ફાયર)10+04 (ખાલી રહેવાની શક્યતા)040103010101
સિપાહી (ફાયરમેન)152+52 (ખાલી રહેવાની શક્યતા)782064281317

પાત્રતા માપદંડો | VMC Recruitment Advertisement 2025

અરજી માધ્યમ

કોઈ પણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવમાં આવશે નહીં. ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહશે.

શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણની માહિતી

આ ભરતીમાં ખાલી જાગ્યો માટે શૈક્ષણિક લાયકાત, પગારધોરણ અને અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી મેળવવાની રહશે.

અરજી ફી

અરજી કરનાર ઉમેદવારે કેટલી ફી ભરવાની છે તેની માહિતી વેબસાઇટ પર મળશે.અને આ નિયત થયેલ ફી તારીખ 14-01-2025 સુધીમાં ઓનલાઈન ચૂકવવાની રહશે. ફી ભર્યા વગરની અરજીઓ નામંજૂર કરવામાં આવશે.

પસંદગી પક્રિયા

જાહેરાતમાં આપેલ છે તે મુજબ આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાનમાં લઈ જે તે જગ્યાને અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ / સ્પર્ધાત્મક પરીક્ષા / ઇંટરવ્યૂ વગેરે અંગે કમિશનરશ્રી , વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય લે તે આખરી અને બંધનકર્તા રહશે.

મહત્વની બાબતો

ઉપરોક્ત જગ્યાઓ માટે સરકારશ્રીના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક:ખરચ/૨૦૦૨/૫૭ઝ- ૧, તા.૧૬-૦૨-૨૦૦૬ અન્વયે માસિક ફિકસ વેતનથી ભરવાપાત્ર હોઈ, અત્રેના સા.વ.વિ.પરિપત્ર અંક-૪૪/૧૯-૨૦ તા:૦૯-૦૨-૨૦ મુજબ ત્રણ વર્ષ સુધી માસિક ફિક્સ વેતનથી અજમાયશી નિમણુંકને પાત્ર થશે. ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યેથી નિયત પગાર ધોરણથી નિયમોનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.

સબ ઓફીસર ની કુલ જગ્યાઓ પૈકી ૨૦% જગ્યા મહિલા ઉમેદવારો માટે અનામત રહેશે. મહિલાઓ માટેની અનામત જગ્યાઓ માટે જો લાયક મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહી થાય તો તે જગ્યા જે તે કેટેગરીના પુરુષ ઉમેદવારોથી ભરવામાં આવશે.

સ્ટેશન ઓફિસર (ફાયર)ની ૦૨ જગ્યાઓ ભરવા માટે અગાઉ આપવામાં આવેલ જાહેરાત સંદર્ભે ચાલતાં કોર્ટ કેસ અન્વયેની જગ્યા હાલ પડતર રાખવામાં આવેલ છે.

મહત્વની લિંક્સ

વડોદરા મહાનગરપાલિકા સત્તાવાર વેબસાઇટઅહી ક્લિક કરો.
વડોદરા મહાનગરપાલિકા ભરતી જાહેરાતઅહી ક્લિક કરો.

નિષ્કર્ષ

આપવામાં આવેલ માહિતી ફક્ત તમારી જાણકારી માટે છે. અરજી કરતાં પહેલા સત્તાવર વેબસિયત પર જય તમામ વિગતવાર માહિતી મેળવી લેવી.

આ પણ વાંચો-

Leave a Comment