Padma Awards 2025 Gujarat: પદ્મ પુરસ્કાર 2025 ની યાદી જાહેર, ગુજરાતના 8 હસ્તીઓને પદ્મ, પંકજ પટેલને પદ્મભૂષણ અને કુમુદિની લાખિયાને પદ્મવિભૂષણ પુરસ્કાર મળ્યો

Padma Awards 2025 Gujarat:  તારીખ 25 જાન્યુઆરી 2025 ના રોજ ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પદ્મા પુરસ્કાર 2025 ની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ઘણા બધા વિજેતાઓના નામ સામેલ છે. ગુજરાત રાજ્યના આઠ નાગરિકોને તેમના જુદા જુદા ક્ષેત્રોમાં ઉત્તમ યોગદાન આપવા માટે પદ્મ, પદ્મ ભૂષણ અને પદ્મવિભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યા છે અને આ આઠ પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા છે.

પદ્મશ્રી પુરસ્કાર મેળવેલ મહાનુભાવો | Padma Awards 2025 Gujarat

  • સુરેશ હરિલાલ સોની – આમને સામાજિક સેવા ક્ષેત્રે ( હેલ્થ કેર ) માં પોતાનું મહત્વપૂર્ણ ઉત્તમ યોગદાન આપવા બદલ એવોર્ડ આપવામાં આવ્યો છે.
  • પરમાર લવજીભાઈ નાગજીભાઈ- કલાક ક્ષેત્રે એવોર્ડ આપવામાં આવ્યો છે.
  • રતન કુમાર પરીમુ – અમને પણ કલાક ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
  • ચંદ્રકાંત શેઠ (મરણોત્તર) સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયા છે.
  • તુષાર દુર્ગેશભાઈ શુક્લા- સાહિત્ય અનેક શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે.
  • ચંદ્રકાંત સોમપુરા- અન્ય- સ્થાપત્ય ક્ષેત્ર પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ થી સન્માનિત પ્રતિભાઓ

પંકજ પટેલ- વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રે પોતાનું મહત્વ પણ ઉત્તમ યોગદાન આપવા બદલ પદ્મભૂષણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે.

કુમુદિની લાખિયા – કલા ક્ષેત્રે યોગદાન આપવા પદ્મવિભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો છે.

139 મહાનુભાઓને આપવામાં આવ્યા પદ્મ એવોર્ડ

2025 માં પદ્મ એવોર્ડ વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 139 હસ્તીઓને પદ્મ,પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ જુદા જુદા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે. 7 મહાન હસ્તીઓને પદ્મવિભૂષણ, 19 હસ્તીઓને પદ્મભૂષણ અને આ સિવાય કોઈ 113 હસ્તીઓને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે.

કોને આપવામા આવે છે આ પદ્મ પુરસ્કારો ?

દેશમાં પોતાના ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કરવા બદલ સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર આપવામાં આવે છે. તેમાંનો આ એક છે પદ્મ પુરસ્કાર. અને તેમાં ત્રણ જુદી જુદી શ્રેણીઓનો સમાવેશ થાય છે. જેમ કે પદ્મ, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ. અને આ પુરસ્કાર એ જુદા જુદા ક્ષેત્રો જેમ કે સાર્વજનિક કિસ્સા,વિજ્ઞાન,વ્યાપાર, ઉદ્યોગ,ચિકિત્સા, સાહિત્ય, શિક્ષણ, રમત, એન્જિનિયરિંગ, સામાજિક કાર્ય, કલા અને સારવાર વગેરેમા ઉત્તમ કાર્ય કરનાર હસ્તીઓને આપવામાં આવે છે.

આ પણ વાંચો-

Leave a Comment