AICTE Pragati Scholarship 2025 Apply Online:છોકરીઓ માટે 50,000ની શિષ્યવૃત્તિ, આજે જ કરો અરજી

AICTE Pragati Scholarship 2025 Apply Online: ભારતમાં ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે યુવતીઓને પ્રોત્સાહન આપવા માટે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દર વર્ષે વિશેષ શિષ્યવૃત્તિ આપે છે. આ યોજના “પ્રગતિ શિષ્યવૃત્તિ” તરીકે ઓળખાય છે. વર્ષ 2025 માટે આ યોજનાની ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવે દેશની અનેક યુવતીઓને આર્થિક સહાય સાથે અભ્યાસ આગળ વધારવાનો અવસર મળશે.

શું છે AICTE પ્રગતિ શિષ્યવૃત્તિ ?

આ યોજનાનો મુખ્ય હેતુ ટેકનિકલ ક્ષેત્રે અભ્યાસ કરતી છોકરીઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. દર વર્ષે ₹50,000 ની નાણાકીય સહાય રૂપે આપવામાં આવે છે. આ સહાયનો ઉપયોગ વિદ્યાર્થિનીઓ પુસ્તકો, સ્ટેશનરી, ટ્યુશન ફી અથવા કમ્પ્યુટર ખરીદી માટે કરી શકે છે. જો કે, આ રકમ હોસ્ટેલ ફી કે તબીબી ખર્ચ માટે માન્ય નથી.

કેટલો સમય મળશે લાભ ?

  • ડિગ્રી કોર્સ:
    • પ્રથમ વર્ષથી પ્રવેશ લેનારને મહત્તમ 4 વર્ષ સુધી સહાય મળશે.
    • લેટરલ એન્ટ્રી (બીજા વર્ષમાં પ્રવેશ) પર મહત્તમ 3 વર્ષ સુધી.
  • ડિપ્લોમા કોર્સ:
    • પ્રથમ વર્ષથી પ્રવેશ પર 3 વર્ષ સુધી સહાય મળશે.
    • લેટરલ એન્ટ્રી પર 2 વર્ષ સુધી સહાય મળશે.

પાત્રતા શરતો

  • અરજદાર છોકરી હોવી આવશ્યક છે.
  • માત્ર AICTE-માન્ય સંસ્થાઓની વિદ્યાર્થિનીઓ જ અરજી કરી શકે છે.
  • એક પરિવારની મહત્તમ બે દીકરીઓને જ આ લાભ મળશે.
  • પરિવારની વાર્ષિક આવક ₹8 લાખથી ઓછી હોવી જોઈએ.
  • અરજદાર પાસે આધાર કાર્ડ તથા આધાર સાથે જોડાયેલ બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે.

અરજી પ્રક્રિયા

વિદ્યાર્થિનીઓને અરજી કરવા માટે National Scholarship Portal (scholarships.gov.in) પર ઓનલાઈન ફોર્મ ભરવું પડશે. જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાનું ફરજિયાત રહેશે.

છેલ્લી તારીખ

AICTE Pragati Scholarship 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2025 નક્કી કરવામાં આવી છે.

Read more-

Leave a Comment