AMC Recruitment 2025 : અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતીની જાહેરાત,પરીક્ષા નથી,જુઓ પગારધોરણ , ઇન્ટરવ્યુની તારીખ,સ્થળ અને સમય

AMC Recruitment 2025 : કરાર આધારે તદ્દન હંગામી ધોરણે મેડીકલ સ્પેશીયાલીસ્ટની ભરતી કરવા બાબત- નેશનલ હેલ્થ મિશન અંતર્ગત તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાંથી કોમ્યુનીટી હેલ્થ સેન્ટર ખાતે સવારે ૦૯:૦૦ થી ૦૧:૦૦ માટે નીચેના સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારે ભરવા તથા તેની પ્રતીક્ષાયાદી બનાવવા વોક ઇન ઈન્ટરવ્યું રાખવાના થાય છે.

માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારે પોતાના શૈક્ષણીક લાયકાત તથા અનુભવના અસલ પ્રમાણપત્રો અને પ્રમાણપત્રોની પ્રમાણીત નકલો સાથે તેમના નામ, સરનામું, ઉંમર, શૈક્ષણીક લાયકાત તથા અનુભવની વિગત નિયત ફોર્મેટમાં સ્વઅક્ષરે ભરી ઇન્ટરવ્યુ તારીખે અને સમયે અરજીપત્ર સાથે નીચે જણાવેલ સરનામે હાજર રહેવાનું રહેશે.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2025

વિગતોવર્ણન
સંસ્થાનું નામઅમદાવાદ મહાનગરપાલિકા (AMC)
પોસ્ટવિવિધ
કુલ ખાલી જગ્યા10
વિભાગહેલ્થ ડિપાર્ટમેન્ટ (કોમ્પ્યુનીટી હેલ્થ સેન્ટર)
નોકરીનો પ્રકાર11 માસના કરાર આધારિત
અરજી માધ્યમવોક ઈન ઈન્ટરવ્યૂ
ઈન્ટરવ્યૂ તારીખ4-2-2025
ઈન્ટરવ્યૂ સમયસવારે 9.30થી 10.30

પોસ્ટનું નામ અને પડોની સંખ્યા

પોસ્ટખાલી જગ્યા
જનરલ સર્જન1
રેડીયોલોજીસ્ટ2
ઈ.એન.ટી. સર્જન3
ડર્મેટોલોજીસ્ટ2
ઓપ્થેલમોલોજીસ્ટ1
ઓર્થોપેડિક સર્જન1

વય મર્યાદા

કોમ્યુનીટી હેલ્થ સેન્ટર માટેની આ ભરતીમાં અરજી કરવા ઉમેદવારની વય મર્યાદા તમામ પદ મતરે મહતમ 60 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

પગાર ધોરણ

પોસ્ટપગાર (પ્રતિ માસ ફિક્સ )
જનરલ સર્જન₹ 75,000
રેડીયોલોજીસ્ટ₹ 75,000
ઈ.એન.ટી. સર્જન₹ 37,500
ડર્મેટોલોજીસ્ટ₹ 37,500
ઓપ્થેલમોલોજીસ્ટ₹ 37,500
ઓર્થોપેડિક સર્જન₹ 37,500

ઇન્ટરવ્યુની તારીખ સ્થળ અને સમય | AMC Recruitment 2025

અરજદારે નીચે આપેલ વિગતો અરજીફોર્મમાં ભરી અને તેની સાથે મંગવાંમાં આવેલ દસ્તાવેજ લઈ નિયત સમાટે આપેલ સ્થળ પર આવવાનું રહશે.

શૈક્ષણિક લાયકાત અને અનુભવનું સર્ટિફિકેટ,અને તેની નકલો

  • ઈન્ટરવ્યૂ તારીખઃ- 4 ફેબ્રુઆરી 2025
  • ઈન્ટરવ્યૂ સ્થળઃ- આરોગ્ય અધિકારીની ઓફિસ, પ્રથમ માળ, આરોગ્ય ભવન, જૂની ટી.બી હોસ્પિટલ કમ્પાઉન્ડ, જુના એસ.ટી.બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, અમદાવાદ.
  • ઈન્ટરવ્યૂ સમયઃ- રજીસ્ટ્રેશન સમય- 9.30થી 10.30 અને ઈન્ટરવ્યૂનો સમય સવારે 11 કલાકથી શરૂ થશે

AMC Recruitment 2025 સત્તાવાર જાહેરાત માટે – અહી ક્લિક કરો.

આ પણ વાંચો-

Leave a Comment