ARMY PUBLIC SCHOOL DHRANGADHRA RECRUITMENT 2025:આર્મી પબ્લિક સ્કૂલ ધ્રાંગધ્રામાં શૈક્ષણિક સત્ર 2025-26 માટે શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પદો માટે નોકરીની જાહેરાત,વાંચો પૂરી માહિતી

ARMY PUBLIC SCHOOL DHRANGADHRA RECRUITMENT 2025: આર્મી પબ્લિક સ્કૂલ ધ્રાંગધ્રા, એ CBSE (શાળા કોડ:430031) સાથે જોડાયેલી પ્રતિષ્ઠિત સંસ્થા છે. અને તેમના દ્વારા શૈક્ષણિક સત્ર 2025 26 માટે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પદો માટે નોકરીની જાહેરાત કરી છે. આ શાળા જુદા જુદા એડહોક, કોન્ટ્રાક્ટ અને પાર્ટ ટાઈમ હોદ્દા માટે લાયકાત ધરાવતા અને અનુભવી ઉમેદવારો પાસે અરજી મંગાવી રહી છે.

અને આ ભરતીમાં અરજી કરવા માટેના અરજી પત્રક એ આ શાળાના કાર્યાલય માંથી મેળવી શકો છો અથવા તો તેમની ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો. જેમાં તમારે અરજી ફી એકદમ ઓછી ₹100 ચૂકવવાની છે. સબમિટ કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2025 છે. શાળાના ધોરણ મુજબ પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે અને શોર્ટ થયેલા ઉમેદવારોની ઇન્ટરવ્યૂ માટે ઇમેલ અથવા ફોન દ્વારા જાણ કરવામાં આવશે.

તો ચાલો, આજના આ લેખમાં ARMY PUBLIC SCHOOL DHRANGADHRA RECRUITMENT 2025 માટે શૈ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક હોદઓ તેમના માટેની શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વિશે માહિતી મેળવીએ.

આર્મી પબ્લિક સ્કૂલ ધ્રાંગધ્રા ભરતી 2025

વિગતોવર્ણન
સંસ્થાઆર્મી પબ્લિક સ્કૂલ ધ્રાંગધ્રા
પોસ્ટશૈક્ષણિક સત્ર 2025-26 માટે શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક હોદ્દાઓ
કુલ ખાલી જગ્યા28
અરજી ની છેલ્લી તારીખ15 ફેબ્રુઆરી 2025
ઇન્ટરવ્યૂ ની તારીખઈમેલ અને ફોન દ્વારા જાણ કરવામાં આવશે.
અરજી માધ્યમશાળાના કાર્યાલયમાંથી અરજી પત્રક મેળવો અથવા ઓનલાઇન વેબસાઈટ દ્વારા
અરજી ફી₹100
સત્તાવાર વેબસાઈટhttps://www.apsdhg.com/

પોસ્ટના નામ અને શૈક્ષણિક લાયકાત

એડહોક પોસ્ટ્સ

ક્રમપોસ્ટનું નામખાલી જગ્યાશૈક્ષણિક લાયકાત
1TGT (Maths, S.St, English)3B.Ed અને 50% ગુણ સાથે અનુસ્નાતક/સ્નાતક.
2PRT (6 પોસ્ટ્સ)6B.Ed સાથે અનુસ્નાતક/સ્નાતક, 50% ગુણ, અને બ્રિજ કોર્સ/DL.Ed.
3કોમ્પ્યુટર શિક્ષક1PGDCA/BCA સાથે સ્નાતક, ઓછામાં ઓછા 50% ગુણ.
4ગ્રંથપાલ1MLIB/B.Lib અને માહિતી વિજ્ઞાન સાથે સ્નાતક, ઓછામાં ઓછા 50% ગુણ.
5ડાન્સ ટીચર1B.Ed સાથે અનુસ્નાતક/સ્નાતક, 50% ગુણ.
6SUPW શિક્ષક1B.Ed સાથે અનુસ્નાતક/સ્નાતક, 50% ગુણ.
7PTE શિક્ષક1B.Ed સાથે અનુસ્નાતક, 50% ગુણ.
8કોમ્પ્યુટર ઓપરેટર (કરાર)1PGDCA/BCA સાથે સ્નાતક, ઓછામાં ઓછા 50% ગુણ.
9કલા શિક્ષક1ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે ફાઇન આર્ટ્સમાં ડિપ્લોમા.
10કાઉન્સેલર1CBSE ધોરણો અનુસાર લાયકાત.
11PRT શિક્ષકો5B.Ed સાથે અનુસ્નાતક/સ્નાતક અને (10+2) NTT 50% ગુણ સાથે.

કરાર આધારિત અને પાર્ટ-ટાઇમ પોસ્ટ્સ

ક્રમપોસ્ટનું નામખાલી જગ્યાશૈક્ષણિક લાયકાત
12હેડ ક્લાર્ક115 વર્ષનો અનુભવ અને કોમ્પ્યુટર જ્ઞાન સાથે ભૂતપૂર્વ સૈનિક, BA/B.Com.
13એલડીસી કારકુન1કોમ્પ્યુટરના સારા જ્ઞાન સાથે BA/B.Com અને 12 વર્ષના ઓફિસ વર્ક.
14યોગ શિક્ષક (અંશ-સમય)2યોગમાં ડિપ્લોમા (શિક્ષણ).
15વિશેષ શિક્ષક1વિશેષ શિક્ષણ સાથે બી.એડ.
16નર્સિંગ આસિસ્ટન્ટ1CBSE ધોરણો અનુસાર લાયકાત.

ભરતી વિશે મહત્વની બાબતો

આર્મી પબ્લિક સ્કૂલ ધ્રાંગધ્રા જે જાહેરાત કરવામાં આવી છે તેમાં જણાવ્યા મુજબ TGT (ગણિત, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી),PRT (પ્રાથમિક શિક્ષકો) અને વિષય વિશિષ્ટ શિક્ષકો માટે કમ્પ્યુટર, ડાન્સ, SUPW અને આર્ટ, વધાવો માટે શિક્ષણની ભૂમિકાઓનો સમાવેશ થાય છે. બિન શૈક્ષણિક હોદ્દાઓમાં એલ.ડી.સી ક્લાર્ક, હેડ ક્લાર્ક, યોગ શિક્ષક, વિશેષ શિક્ષક અને નર્સિંગ સહાયક નો સમાવેશ થાય છે. અને આ બધી મળીને કુલ 28 ખાલી જગ્યાઓ છે.

નોંધ – આ તમામ હોદ્દાઓ માટે અંગ્રેજી પ્રાવીણ્ય અને કમ્પ્યુટરનું જ્ઞાન હોય તેવા ઉમેદવારોની પ્રાથમિકતા આપવામાં આવશે.

અરજી ફી

આ ભરતીમાં ₹100 અરજી ફી રાખવામાં આવેલ છે.

પસંદગી પ્રક્રિયા

આર્મી પબ્લિક સ્કૂલ ધ્રાંગધ્રા ભરતી 2025 મા ધરાવતા ઉમેદવારોએ અરજી કરી છે તો તેમની પસંદગી AWES 94 મુજબ કરવામાં આવશે અને તેના પછી શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોની ઇન્ટરવ્યૂ શેડ્યુલ વિશે ઈમેલ અને ફોન દ્વારા જાણ કરવામાં આવશે.

આર્મી પબ્લિક સ્કૂલ ધ્રાંગધ્રા ભરતી 2025 માટે અરજી કેવી રીતે કરવી ? ARMY PUBLIC SCHOOL DHRANGADHRA RECRUITMENT 2025

આ ભરતીમાં અરજી કરવા માટે એપ્લિકેશન ફોર્મ શાળાના કાર્યાલય માંથી મેળવવાનું છે. અને જો ઓનલાઇન અરજી કરવી હોય તો ઓફિસિયલ વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે. એપ્લિકેશન કરતી વખતે ઓનલાઇન ફી ની ચુકવણી કરીને તારીખ 15 ફેબ્રુઆરી 2025 સુધી અરજી પત્રક સબમિટ કરવાનું છે.

મહત્વની લિંક્સ

સત્તાવાર જાહેરાત માટેઅહી ક્લિક કરો.
અધિકૃત વેબસાઇટઅહી ક્લિક કરો.

આ પણ વાંચો-

Leave a Comment