Bank Charges on IMPS check Transaction Charges: જો તમે ઓનલાઈન કે મોબાઇલ બૅન્કિંગ દ્વારા પૈસા મોકલો છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. અત્યાર સુધી મોટાભાગની બૅન્કો ઇમીડિએટ પેમેન્ટ સર્વિસ (IMPS) મફતમાં આપી રહી હતી, પરંતુ હવે કેટલીક મોટી બૅન્કોએ તેના પર નક્કી કરેલા ચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું છે. નવા નિયમો ઓગસ્ટ 2025થી અમલમાં આવશે અને કરોડો ગ્રાહકોને તેનો સીધો અસર થશે.
SBIના નવા IMPS ચાર્જ (15 ઓગસ્ટથી અમલમાં)
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ તેના કરોડો એકાઉન્ટ ધારકો માટે ફેરફાર જાહેર કર્યો છે.
- ₹25,000 સુધી – કોઈ ચાર્જ નહીં
- ₹25,000 થી ₹1 લાખ – ₹2 + GST
- ₹1 લાખ થી ₹2 લાખ – ₹6 + GST
- ₹2 લાખ થી ₹5 લાખ – ₹10 + GST
કેનેરા બૅન્કના ચાર્જ
કેનેરા બૅન્કે ટ્રાન્ઝેક્શન સ્લેબ મુજબ ફી નક્કી કરી છે.
- ₹1000 સુધી – ફ્રી
- ₹1000 થી ₹10,000 – ₹3 + GST
- ₹10,000 થી ₹25,000 – ₹5 + GST
- ₹25,000 થી ₹1 લાખ – ₹8 + GST
- ₹1 લાખ થી ₹2 લાખ – ₹15 + GST
- ₹2 લાખ થી ₹5 લાખ – ₹20 + GST
પંજાબ નેશનલ બૅન્ક (PNB)ના નવા રેટ
PNBએ બ્રાન્ચ અને ઑનલાઈન બંને માટે અલગ-અલગ ચાર્જ નક્કી કર્યા છે.
- ₹1000 સુધી – કોઈ ચાર્જ નહીં
- ₹1,001 થી ₹1 લાખ – બ્રાન્ચ: ₹6 + GST, ઑનલાઈન: ₹5 + GST
- ₹1 લાખથી વધુ – બ્રાન્ચ: ₹12 + GST, ઑનલાઈન: ₹10 + GST
HDFC બૅન્કના નવા ચાર્જ (1 ઑગસ્ટથી લાગુ)
HDFCએ સામાન્ય ગ્રાહકો અને વરિષ્ઠ નાગરિકો માટે જુદા ચાર્જ નક્કી કર્યા છે.
- ₹1000 સુધી – સામાન્ય: ₹2.50, સિનિયર સિટિઝન: ₹2.25
- ₹1000 થી ₹1 લાખ – સામાન્ય: ₹5, સિનિયર સિટિઝન: ₹4.50
- ₹1 લાખથી વધુ – સામાન્ય: ₹15, સિનિયર સિટિઝન: ₹13.50
નોંધનીય છે કે HDFCના ગોલ્ડ અને પ્લેટિનમ એકાઉન્ટ ધારકોને કોઈ ફી ચૂકવવી નહીં પડે.
IMPS શું છે ?
IMPS (Immediate Payment Service) એ એવી ડિજિટલ સર્વિસ છે જેની મદદથી ગ્રાહકો 24×7, રજાના દિવસોમાં પણ, તરત જ પૈસા મોકલી કે મેળવી શકે છે. આ સિસ્ટમનો સંચાલન NPCI (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા) કરે છે.
Read more-અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025: 9 પાસ યુવાઓ માટે રોજ ₹300 કમાવાની તક, જાણો સંપૂર્ણ વિગતો
મારુ નામ જીગ્નેશ છે હું GujVacancy.com નો ઓનર અને રાઇટર છુ. અને આ સાઇટ પર સરકારી નોકરી, ખાનગી નોકરીની જાહેરાતો અને સરકારી યોજનાઓ વિશે અપડેટ આપીએ છીએ. જે સત્તાવાર સ્ત્રોતો પર આધારિત હોય છે.