GMSCL Recruitment 2025 : ગાંધીનગરમાં દર મહિને મળશે ₹35,000 પગાર વાળી નોકરી,જાણો સંપૂર્ણ માહિતી

GMSCL Recruitment 2025 :ગુજરાત સરકાર દ્વારા નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે સારો મોકો આવ્યો છે. ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લીમીટેડ (GMSCL), ગાંધીનગર દ્વારા મેનેજર (લીગલ) પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને કાયદાની ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે છે, જેમાં તેમને દર મહિને ₹35,000 નો પગાર આપવામાં આવશે. સૌથી ખાસ વાત એ છે કે આ નોકરી માટે કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં, ફક્ત લાયકાત અને અનુભવના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

ભરતીની મુખ્ય માહિતી

મુદ્દોવિગતો
સંસ્થાગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લીમીટેડ (GMSCL)
પોસ્ટનું નામમેનેજર (લીગલ)
જગ્યા1
નોકરીનો પ્રકારકરાર આધારિત (11 માસ)
ઉંમર મર્યાદામહત્તમ 45 વર્ષ
પગારદર મહિને ₹35,000
અરજી કરવાની છેલ્લી તારીખ8 સપ્ટેમ્બર 2025
અરજી કરવાની રીતઓફલાઈન (સ્પીડ પોસ્ટ દ્વારા)
ઓફિશિયલ વેબસાઈટhttps://gmscl.gujarat.gov.in/

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

  • ઉમેદવાર પાસે એલએલબી અથવા એલએલએમમાં ઓછામાં ઓછા 55% ગુણ હોવા જરૂરી છે.
  • અંગ્રેજી અને ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
  • કમ્પ્યુટર જ્ઞાન જરૂરી છે.
  • કંપની એક્ટ, કોન્ટ્રાક્ટ એક્ટ અને ખરીદી સંબંધિત કાયદાનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • અનુભાવ :
    • એલએલબી સાથે – ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ.
    • એલએલએમ સાથે – ઓછામાં ઓછા 1 વર્ષનો અનુભવ.

અરજી કરવાની રીત

  1. ઉમેદવારોએ અરજીનું ફોર્મ GMSCL ની ઓફિશિયલ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવું.
  2. અરજીમાં જરૂરી તમામ વિગતો ભરીને તેને સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવી.
  3. અરજીના કવર ઉપર “મેનેજર (લીગલ)” પોસ્ટનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જરૂરી છે.
  4. અરજી 8 સપ્ટેમ્બર 2025 સુધી નિર્ધારિત સરનામે પહોંચી જવી જોઈએ.
  5. અધૂરી અરજી અથવા સમય મર્યાદા પછી આવેલ અરજી માન્ય ગણાશે નહીં.

આ ભરતી ખાસ કરીને ગાંધીનગર અને આજુબાજુમાં રહેતા ઉમેદવારો માટે સારો મોકો સાબિત થઈ શકે છે. કાયદાની ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે આ એક પ્રતિષ્ઠિત નોકરીની તક છે, જેમાં યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોને સીધી પસંદગી મળશે.

Read more-

Leave a Comment