Gram rakshak dal bharti 2025: ગ્રામ રક્ષક દળમાં 7 પાસ પર ભરતી , જુઓ સંપૂર્ણ માહિતી

Gram rakshak dal bharti 2025: પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દળના તાબા હેઠળ તદ્દન હંગામી ધોરણે માનદ વેતનની ખાલી રહેલ ગ્રામ રક્ષક દળ/સાગર રક્ષક દળની પુરુષો/મહિલાઓની ખાલી જગ્યા ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

કચ્છ જિલ્લા પોલીસ ગ્રામ રક્ષક દળ ભરતી 2025 | Gram rakshak dal bharti 2025

આ માટે સ્થાનિક ક્ષેત્રમાં વસવાટ કરતા તેમજ નિયત શરતો, નિયમો તથા માપદંડને ધ્યાને લઈ, ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારે પોતાના નજીકના વિસ્તારના પશ્ચિમ કચ્છ-ભુજનાં તાબા હેઠળનાં પોલીસ સ્ટેશન ખાતેથી તા.૧૩/૦૨/૨૦૨૫થી તા.૨૨/૦૨/૨૦૨૫ સુધી નિયત નમૂનાનું ફોર્મ મેળવી અંતિમ તા.૨૨/૦૨/૨૦૨૫ના કલાક ૧૮:૦૦ સુધી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જરૂરી આધાર પુરાવા બાંહેધરી પત્રક સહિત જમા કરાવવાનાં રહેશે.

માપદંડ

વય મર્યાદા – 20 થી 45 વર્ષ નક્કી કરવામાં આવી છે.

લાયકાત- 07 ધોરણ પાસ કરેલ અરજી કરી શકશે.

સ્થાનિક ભાષાઓના જાણકાર તથા વસવાટ કરનાર અરજી કરવી જોઈએ.

પુરુષો માટે

  • ઊંચાઈ – 162 સે. મી
  • વજન-45 કી. ગ્રા
  • દોડ-1600 મીટર સમય 09:30 મિનિટ
  • છાતી – ફુલાવ્યા વગર-79 સે. મી અને ફુલાવેલ-84 સે. મી

મહિલાઓ માટે

  • ઊંચાઈ – 150 સે. મી
  • વજન-40 કી. ગ્રા
  • દોડ-800 મીટર સમય 05:00 મિનિટ

ઉકત તમામ પ્રક્રિયા અંગેની સંપૂર્ણ સત્તાઓ પોલીસ અધીક્ષકનાઓની પાસે અબાપિત રહેશે. તથા આ અંગે કોઈપણ અંતિમ નિર્ણય પોલીસ અધીક્ષક પશ્ચિમ કચ્છ ભુજનો આખરી રહેશે.

સ્થળ:- ભુજ-કચ્છ

જાહેરાત જોવા – અહી ક્લિક કરો

નોંધ-આપવામાં આવેલ માહિતી છાપા માંથી લેવામાં આવેલ છે. અરજી કરતાં પહેલા સત્તાવાર તપાસ કરી લેવી.

આ પણ વાંચો-

Leave a Comment