Gujarat Khel Sahayak Recruitment 2025: રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં રૂ.૨૧ હજારના ફિક્સ માસિક મહેનતાણાથી કરાર આધારીત ખેલ સહાયક ભરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરાઈ છે. ખેલ સહાયક માટે ૧લી માર્ચને શનિવારથી ઓનલાઈન ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ થશે. ૩૮ વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આગામી તા.૭ માર્ચ સુધી અરજી કરી શકશે.
ખેલ સહાયક ભરતી 2025 – મુખ્ય મુદ્દાઓ
મુદ્દો | વિગતો |
---|---|
ભરતી પ્રકાર | કરાર આધારીત |
મહેનતાણું | રૂ. 21,000 ફિક્સ માસિક |
ફોર્મ ભરવાની તારીખ | 1 માર્ચ 2025 થી 7 માર્ચ 2025 |
ઉંમર મર્યાદા | 38 વર્ષ સુધી |
લાયકાત | વેબસાઈટ પર ઉપલબ્ધ માર્ગદર્શિકા મુજબ |
અરજી કરવાની રીત | માત્ર ઓનલાઈન |
અરજી કઈ રીતે સ્વીકારશે? | માત્ર ઓનલાઈન, રૂબરૂ/ટપાલ/કુરિયરથી નહીં |
વધુ માહિતી માટે | વેબસાઈટ પર ઉપલબ્ધ સૂચનાઓ વાંચવી જરૂરી |
પોસ્ટ ખાલી જગ્યા વિગત
પોસ્ટ નામ | મહેનતાણું (માસિક) | કુલ જગ્યા |
---|---|---|
ખેલ સહાયક | ₹21,000 | જાહેરાત અનુસાર |
Gujarat Khel Sahayak Recruitment 2025: વિગતવાર માહિતી
રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શિક્ષણ વિભાગના ઠરાવની જોગવાઈ મુજબ શાળા કક્ષાએ કરાર આધારિત ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવાનું આયોજન કરાયું છે.
ખેલ સહાયક બનવા માટે ૩૮ વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં ખેલ સહાયક બનનારને માસિક રૂ. ૨૧ હજાર ફિક્સ મહેનતાણું ચુકવવામાં આવશે. ખેલ સહાયક માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની તારીખ ૭માર્ચ, ૨૦૨૫ સુધીની રહેશે.
ઉમેદવારે ઓનલાઈન અરજી વેબસાઈટ પર જઈ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબસાઈટ પર મૂકેલી જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ તથા માર્ગદર્શિકા વાંચી લેવાની રહેશે.
oficial website- https://khelsahayak.ssgujarat.org/
ખેલ સહાયક માટેની અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહી. તદઉપરાંત આવી મોકલેલી અરજીઓ માન્ય ગણાશે નહી.
આ પણ વાંચો-
- Gujarat Anganwadi Recruitment 2025: ગુજરાતમાં આંગણવાડીમાં 2000 પદો પર ભરતી ની જાહેરાત, શૈક્ષણિક લાયકાત 10 અને 12 પાસ
- IDBI Recruitment 2025: 650 જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની ખાલી જગ્યાઓ માટે ભરતી
- Parul University Security Guard Recruitment 2025: પુરુષ અને સ્ત્રી ઉમેદવારો માટે વોક-ઇન ઇન્ટરવ્યુ ,₹17,000 – ₹18,000 દર મહિને, વાંચો પૂરી માહિતી

મારુ નામ જીગ્નેશ વાઘેલા છે. હું gujvacancy.com નોં author,એડમીન અને લેખક છું. હું કોલેજ સ્ટુડન્ટ છું અને 2 વર્ષથી બ્લોગિંગ અને કોન્ટેન્ટ રાઇટિંગ કરું છું. હું મુખ્યત્વે નોકરીની જાહેરાત ની માહિતી આ વેબસાઇટ પર લખું છું.