HCG Recruitment 2025: આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનનું પદ,પગાર ₹44,900 થી શરૂ,આજે જ અરજી કરો

HCG Recruitment 2025: ગુજરાત હાઈકોર્ટ દ્વારા HCG Recruitment 2025 માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઇછુંક ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે કે જ્યાં તેઓ ગુજરાત હાઈકોર્ટ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં કાર્યરત થવાની તક મેળવી શકે છે. આ ભરતીમાં આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન પદ માટે અરજી આમંત્રણ આપવામાં આવ્યું છે.અને આવી જ ભરતી વિષેની માહિતી મેળવવા અમારી સાથે જોડાયેલા રહો.

ગુજરાત હાઈકોર્ટમાં આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની ભરતી 2025

વિષયવિગતો
સંસ્થાગુજરાત હાઈકોર્ટ
જાહેરાત નંબરRC/B/1304/2024 (A.L.)
પદનું નામઆસિસ્ટન્ટ લાઇબ્રેરિયન
જગ્યાઓની સંખ્યા02
પગારધોરણ₹44,900 – ₹1,42,400 + ભથ્થાં
ઓફિશિયલ વેબસાઇટhc-ojas.gujarat.gov.in

પદ નામ અને જગ્યાઓ

  • આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન – કુલ 02 જગ્યાઓ

અપેક્ષિત સમયપત્રક

  • ઓનલાઈન અરજી શરુ તારીખ: 09/05/2025 (12:00 Noon)
  • છેલ્લી તારીખ: 23/05/2025 (23:59 Hours)
  • મુખ્ય લેખિત પરીક્ષા (MCQ આધારિત): 29/06/2025
  • વાઇવા-વોઇસ ટેસ્ટ (મૌખિક ઈન્ટરવ્યુ): જુલાઈ / ઓગસ્ટ 2025

પાત્રતા માપદંડ

શૈક્ષણિક લાયકાત (Essential Educational Qualification):

  • M.Lib. અથવા માસ્ટર ઇન લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ.
  • રાજ્ય સરકારે નક્કી કરેલ કમ્પ્યુટરનું આધારભૂત જ્ઞાન ધરાવતો સર્ટિફિકેટ ફરજિયાત.

અનુભવ જરૂરી (Experience Required):

  • ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ કેન્દ્રીય/રાજ્ય સરકારના વિભાગમાં અથવા અન્ય સરકારી સંસ્થામાં અથવા જાહેર ક્ષેત્રના ઉપક્રમે અથવા જાણીતી ખાનગી સંસ્થામાં.

વય મર્યાદા (Age Limit):

  • 18 વર્ષથી 35 વર્ષ સુધી.
  • છૂટછાટ: મહિલાઓ માટે 5 વર્ષ, દિવ્યાંગ ઉમેદવારો માટે 10 વર્ષ, પૂર્વ સેના કર્મચારીઓ માટે સેવાકાળ + 3 વર્ષ.
  • સર્વોચ્ચ વય મર્યાદા કોઈપણ સ્થિતિમાં 45 વર્ષથી વધુ નહીં હોય.

આરક્ષણ

  • માત્ર 2 જગ્યાઓ હોવાથી આરક્ષણ લાગુ નહીં પડે.
  • ફી રિયાયતી લાભ માત્ર ગુજરાત રાજ્યના આરક્ષિત વર્ગના ઉમેદવારોને મળશે.

ફી અને ચુકવણીનો માધ્યમ

  • SC/ST/SEBC/PwBD/EWS/Ex-Servicemen ઉમેદવારો માટે: ₹750 + બેંક ચાર્જેસ
  • અન્ય તમામ ઉમેદવારો માટે: ₹1500 + બેંક ચાર્જેસ
  • ફી ચુકવણી HC-OJAS પોર્ટલ મારફતે SBI e-Pay દ્વારા કરવી.

પરીક્ષા

  • મુખ્ય લેખિત પરીક્ષા (Objective Type MCQ, 100 માર્ક્સ)
    • વિષય: લાઇબ્રેરી સાયન્સ, અંગ્રેજી ભાષા, સામાન્ય જ્ઞાન, કાયદા વિષયક જ્ઞાન, કમ્પ્યુટર જ્ઞાન
    • નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ માટે -0.33
  • વાઇવા-વોઇસ ટેસ્ટ (40 માર્ક્સ)
    • કમિતમ 40% ગુણ મેળવવા ફરજિયાત.

પસંદગી પ્રક્રિયા

  • મુખ્ય લેખિત પરીક્ષા (60% વજન) અને વાઇવા ટેસ્ટ (40% વજન)ના કુલ ગુણના આધારે પસંદગી સૂચિ તૈયાર થશે.
  • પસંદગી સૂચિ 1 વર્ષ માટે માન્ય રહેશે.

અરજી કેવી રીતે કરવી ? HCG Recruitment 2025

અરજી કરતા પહેલા સંપૂર્ણ જાહેરાત અને સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવી.

અરજદારો HC-OJAS પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

અરજી ફી ઓનલાઇન પદ્ધતિથી જ ભરવી રહેશે.

આ પણ વાંચો-

Leave a Comment