ઇન્ડિયન નેવી દ્વારા ૨૫૦ – પદો પર ભરતીની જાહેરાત | Indian Navy Recruitment 2025

એન્જિનિયરીંગ કે ટેક્નિકલ ફિલ્ડમાં સ્નાતક થયેલા ઉમેદવારો ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે.

ઇન્ડિયન નેવી ભરતી 2025

ભારતીય નૌસેના દ્વારા નોકરીની શાનદાર તક આપવામાં આવી રહી છે. ભારતીય નીસેના દ્વારા ટૂંકી મુદતની સેવા માટે અધિકારીઓ એટલે કે શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર-SSC-ની નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર વેબસાઈટ પર અપાયેલી જાહેરાત મુજબ, જાન્યુઆરી, ૨૦૨૬ના બેચ માટે બહાર પાડવામાં આવેલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ઈચ્છા ધરાવતા યોગ્ય ઉમેદવારો પોર્ટલ https://www.joinindiannavy.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

આ ભરતી માટેની આખર તારીખ ૨૫મી ફેબ્રુઆરી, ૨૦૨૫ છે. આખર તારીખ વિત્યા બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. ભારતીય સેના દ્વારા અપાયેલા જાહેરનામા મુજબ, કુલ ૨૫૦ પદો પર ભરતી કરવામાં આવશે. જેમાં એક્ઝિક્યુટીવ બાંચમાં ૬૦, પાયલટમાં ૨૯, નેવલ એર ઓપરેશન્સ ઓફિસર્સ ઓબ્ઝર્વર્સના ૨૨ પદો પર ભરતી કરાશે. સાથે જ એર ટ્રાફિક કંટ્રોલરના ૧૮ પદો પર ભરતી કરાશે. આ ઉપરાંત એન્જિનિયરીંગ બાંચ જનરલ સર્વિસ GS ના ૩૮. ઈલેક્ટ્રીકલ બાંચ જનરલ સર્વિસના ૪૫ પદો પર ભરતી કરાશે. સાથે જ નેવલ કંસ્ટ્રક્ટરના ૧૮ પદો પર પણ ભરતી કરાશે. આ ભરતી માટે એક ઉમેદવાર દ્વારા માત્ર એક જ ફોર્મ ભરી શકાય છે. સાથે જ ઓનલાઈન અરજી ફોર્મ માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે.

શું લાયકાત જોઈએ ?

ભારતીય નૌસેના યાને ઈન્ડિયન નેવી દ્વારા આ જગ્યાઓ માટે નેવલ એર ઓપરેશન્સ ઓફિસર એટલે કે ઓબ્ઝર્વર્સના પદો પર અરજી કરવા માટે લાયકાત લઘુતમ ૬૦ ટકા ગુણ સાથે કોઈપણ વિષયમાં BE-BTech ની રાખવામાં આવી છે. ઉપરાંત ઉમેદવારે ધોરણ ૧૦ અને ૧૨માં લઘુતમ ૬૦ ટકા તેમજ અંગ્રેજીમાં લઘુતમ ૬૦ ટકા ગુણ મેળવ્યા હોવા જોઈએ. સાથે જ ઉમેદવારનો જન્મ ૨ જાન્યુઆરી, ૨૦૦૨ થી ૧ જાન્યુઆરી, ૨૦૦૭ની વચ્ચે થયો હોવો જોઈએ.

આ રીતે અરજી કરજો | Indian Navy Recruitment 2025

ઈન્ડિયન નેવી શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર ભરતી માટે અરજી કરનારા ઉમેદવારે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ www.join Indiannavy.gov.in પર જવું અહીં હોમપેજ પર સમાચાર સેક્શનમાં જઈને ૮ ફેબ્રુઆરીથી ૨૫ ફેબ્રુઆરી સુધી લાઈવ SSC એન્ટ્રી જાન્યુઆરી, ૨૦૨૬ (ST-૨૬) અભ્યાસક્રમ માટે અરજી અંતર્ગત રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો. અહીં રજીસ્ટર કરો અને અરજીપ્રક્રિયાને આગળ વધારો. અરજીપત્રક ભરો અને સબમિટ કરો તેની એક પ્રિન્ટઆઉટ કાઢીને ભાવિ સંદર્ભ માટે સાચવી રાખો.

આ પણ વાંચો-

Leave a Comment