IOCL Recruitment 2025: ઇન્ડિયન ઓલ કોર્પોરેશન લિમિટેડ મા ભરતી, 10 પાસ અને ITI પાસ માટે નોકરીની તક, જુઓ સત્તાવાર જાહેરાત અને અરજી પ્રક્રિયા

IOCL Recruitment 2025: નોકરીની જરૂર હોય તેવા વ્યક્તિઓ માટે સારા સમાચાર છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ ભરતી એ એપ્રેન્ટીસ ભરતી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા કુલ મળીને 200 પદો માટે ભરતીનું આયોજન છે. ભરતીમાં અરજી કરવાની શરૂઆત ૧૭ જાન્યુઆરી 2025 થી શરૂ થઈ ગઈ છે અને તેની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2025 રાખવામાં આવેલી છે. ચાલો જોઈએ કે આ ભરતીમાં કોણ અરજી કરી શકે છે ? તેમાં શું શૈક્ષણિક લાયકાત રાખવામાં આવેલી છે અરજી પ્રક્રિયા કેવી રીતે કરવાની છે તે તમામ બાબતો જોઈએ.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2025 | IOCL Recruitment 2025

સંસ્થાઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટટ્રેડ એપ્રેન્ટીસ,ટેકનિશિયન એપ્રેન્ટીસ અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ
કુલ ખાલી જગ્યા200
અરજી કરવાની શરૂઆતની તારીખ17 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ16 ફેબ્રુઆરી 2025
અરજી માધ્યમઓનલાઇન ( NAPSNATS)
સત્તાવાર વેબસાઈટઅહિ ક્લિક કરો

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જે ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે તેમાં જણાવ્યા મુજબ. ટ્રેડ એપ્રેન્ટીસના 55, ટેકનિશિયન એપ્રેન્ટીસ ના 25 ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ ના 120 પદો માટે ભરતી યોજાય છે. અને ઉમેદવારો પાસે અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આમ કુલ મળીને 200 ખાલી જગ્યાઓ પર ફોર્મ ભરાશે.

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર મર્યાદા ન્યૂનતમ 18 વર્ષ અને મહત્તમ 24 વર્ષ રાખવામાં આવેલી છે. અને આ ઉંમરની ગણતરી 31 જાન્યુઆરી 2025 ના રોજ પ્રમાણે ગણવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત પદ મુજબ અલગ અલગ રાખવામાં આવેલી છે.

  • રેડ એપ્રેન્ટીસ- ધોરણ 10 પાસ અને સંબંધિત ટ્રેડમાં આઈ.ટી.આઈ પાસ
  • ટેકનિશિયન એપ્રેન્ટીસ- સંબંધિત એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.
  • ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ- કોઈપણ શાખામાં ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.

અરજી ફી

  • જનરલ ઓબીસી અને ઇડબલ્યુએસ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ₹100 રાખવામાં આવેલ છે.
  • એસસી/એસટી અને પીડબલ્યુડી તેમજ એક્સરસ સર્વિસ મેન માટે અરજી ફી રાખવામાં આવેલી નથી તેઓ મફત અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા

અરજી કર્યા પછી સૌપ્રથમ ઉમેદવારોને તેના આધારે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે. તેના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ ટેસ્ટના આધારે ઉમેદવારની પસંદગી થશે.

IOCL Recruitment 2025 સ્ટાઇપેન્ડ

જે તે ઉમેદવારની આ ભરતીમાં પસંદગી થશે તો તે એપ્રેન્ટીસ ને દર મહિને આપવામાં આવતા સ્ટાઇપેન્ડ એ એપ્રેન્ટીસ એક્ટ, 1961/1973 , એપ્રેન્ટીસ નિયમો 1992/2019 હેઠળ સુધારો કરેલ હશે તે મુજબ રહેશે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ કંપની ટ્રેડ એપ્રેન્ટીસ ને પૂરેપૂરું સ્ટાઇપેન્ડ આપશે.

ગ્રેજ્યુએટ અને ટેકનિશિયન એપ્રેન્ટીસ માટે સ્ટાઇપેન્ડ એ 50% બોર્ડ ઓફ એપ્રેન્ટીસશીપ ટ્રેનિંગ ( BOAT ) દ્વારા અને બાકીના 50 ટકા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા એમ બે ભાગમાં આપવામાં આવશે. અને જણાવીએ કે પાસ થઈને ઉમેદવાર પાસે આધાર સિડેડ બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. અને તે BOAT દ્વારા આપવામાં આવેલ સરકારના ભાગના સ્ટાઇપેન્ડ મેળવવા માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે સક્ષમ હોવું જરૂરી છે.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી ફોર્મ શરૂ થવાની તારીખ- 17 જાન્યુઆરી 2025
  • અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ- 16 ફેબ્રુઆરી 2025, 11:00 pm
  • છેલ્લું પરિણામ જાહેર થવાની તારીખ- આવનારા સમયમાં જાહેર કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક્સ

IOCL Recruitment 2025 માટે અરજી કરવાની પ્રક્રિયા

  • તમારે અહીં અરજી કરવા માટે સૌપ્રથમ NAPSNATS પોર્ટલ પર જાઓ.
  • ભાઈ હવે નોંધણી કરવા માટે માંગવામાં આવેલી માહિતી તમારી ઈમેલ આઇડી અને મોબાઈલ નંબર વગેરે દાખલ કરો.
  • તમારે જે પોસ્ટ માટે અરજી કરવાની હોય તેની પસંદગી કરો અને અહીં માંગવામાં આવેલી જરૂરી તમામ માહિતી ભરો.
  • હવે અહીં જરૂરી તમામ દસ્તાવેજ જેમકે શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ નો ફોટો સિગ્નેચર વગેરેને સ્કેન કરીને અપલોડ કરો.
  • જો તમારે અરજી ફી ભરવાની હોય તો તેની ચુકવણી કરો.
  • એકવાર ફરીથી સમગ્ર ફોર્મ ચેક કરો કોઈ જગ્યાએ ભૂલ થઈ હોય તો તે સુધારો અને છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • અરજી સફળ થઈ ગયા પછી એડમિટ કાર્ડ અને રિઝલ્ટ ની તારીખ તેમજ રીઝલ્ટ જોવા માટે આ પોર્ટલ પર સમયસર ચેક કરતા રહેવું.

અસ્વીકરણ- અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત તમારી જાણકારી માટે છે. અરજી કરતાં પહેલાં સૌપ્રથમ તમારી સત્તાવાર વેબસાઈટ પર જઈને અને સત્તાવાર જાહેરાત જોઈને તમામ બાબતો ચેક કરી લેવી. તેના પછી જ અરજી કરવી.

આ પણ વાંચો-

Leave a Comment