khel sahayak registration process 2025: ખેલ સહાયક ભરતીમાં રૂ. 21,000/- પગાર મેળવવા આ રીતે કરો રજીસ્ટ્રેશન

khel sahayak registration process 2025: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા “ખેલ સહાયક યોજના” હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૧૧ મહિનાની કરાર આધારિત ભરતી માટે અનોખી તક જાહેર કરાઈ છે. ઓન-લાઇન અરજીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

ખેલ સહાયક ભરતી 2025

વિગતોમાહિતી
યોજના નામખેલ સહાયક યોજના
મહેનતાણુંરૂ. 21,000/- માસિક
વય મર્યાદા38 વર્ષ સુધી
ભરતી ધોરણકરાર આધારિત (૧૧ મહિના)
અરજી શરૂ તારીખ20 મે, 2025 (બપોરે 2 વાગ્યા પછી)
અરજીની છેલ્લી તારીખ27 મે, 2025 (રાત્રે 11:59 સુધી)
સત્તાવાર વેબસાઇટhttp://khelsahayak.ssgujarat.org/

ભરતીનું અવલોકન

ગુજરાત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રમતગમતના ક્ષેત્રે સક્રિયતા વધારવા અને વિદ્યાર્થીઓને રમતગમત માટે પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા “ખેલ સહાયક યોજના” અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત પસંદ કરાયેલા ઉમેદવારોને શાળાઓમાં ૧૧ મહિનાની કરાર આધારિત નિમણૂક આપવામાં આવશે.

દસ્તાવેજ ચકાસણી માટે શું તૈયાર રાખવું ?

  • ઓનલાઇન અરજીની પ્રિન્ટેડ કોપી
  • જરૂરી ડોક્યુમેન્ટ્સની ઝેરોક્ષ નકલ
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
  • અસલ દસ્તાવેજોની જરૂર પડશે ચકાસણી સમયે

ખેલ સહાયક ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?

ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા જાહેર થયેલી ખેલ સહાયક ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. many students confusionમાં ન પડે એ માટે અહીં છે સંપૂર્ણ માર્ગદર્શન.

અરજી માટે પેહલા શું કરવું?

✅ નીચે આપેલ લિંક ખોલો:
🔗 http://khelsahayak.ssgujarat.org/

તેમાં Click Here to Login/Register પર ક્લિક કરો.

રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ? khel sahayak registration process 2025

  1. નવી વિન્ડોમાં તમારું SAT વર્ષ: 2025 , સીટ નંબર, અને અન્ય વિગતો ભરો.
  2. પછી Register બટન પર ક્લિક કરો.
  3. રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પર OTP આવશે, જે દાખલ કરીને રજીસ્ટ્રેશન પૂરું કરો.

લોગિન અને અરજી પ્રક્રિયા

  1. રજીસ્ટ્રેશન પછી ફરીથી Click Here to Login/Register પર ક્લિક કરો.
  2. તમારું ઉપલબ્ધ મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને Login કરો.
  3. લોગિન થયા પછી “APPLICATION FORM” પર ક્લિક કરો.

Application Form ભરવાની પ્રોસેસ

  • તમારું નામ, ફોટો, સહી અને SAT પરીક્ષાની વિગતો દર્શાવાશે.
  • લાલ રંગના ‘*’ ચિહ્નવાળા ફીલ્ડ ફરજિયાત છે.
  • સરનામું, શૈક્ષણિક લાયકાત, તાલીમની વિગતો, ભૂતકાળમાં સેવાઓ વગેરે ભરો.
  • જો અગાઉ ખેલ સહાયક તરીકે ફરજ બજાવી છે તો “હા” પસંદ કરી DISE કોડ નાખો અને Search કરો.
  • તારીખથી તારીખ સુધીની ફરજની વિગતો લખો.

દસ્તાવેજ અપલોડ

  1. જરૂરી ડોક્યુમેન્ટ્સ (જેમ કે માર્કશીટ, પાસપોર્ટ સાઇઝ ફોટો, ઓળખપત્ર વગેરે) અપલોડ કરો.
  2. લાગુ પડતા ડોક્યુમેન્ટ સામે ટીકમાર્ક કરો.
  3. પછી, છેલ્લે “Confirm” બટન પર ક્લિક કરો.

નોંધો: Confirmation બાદ અરજીમાં કોઇ ફેરફાર કરી શકાશે નહીં.
ત્યારબાદ તમારું એપ્લિકેશન PDF તરીકે ડાઉનલોડ થાય તેવી શક્યતા રહેશે.

ટેક્નિકલ સમસ્યા માટે

📞 Call: 079-23973615
🕐 સમય: સવારે 10:30 થી સાંજના 6:00
(માત્ર ઓફિસ ટાઈમમાં ફોન કરો)

નોંધનીય સૂચનાઓ

  • પસંદગી પ્રક્રિયા માટેના તમામ મર્યાદાઓ અને શરતો વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
  • 27 મે 2025 બાદ કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં.

Read more-

Leave a Comment