સીમા સડક સંગઠન BROમાં ભરતીની જાહેરાત | Marvels BRO Recruitment 2025

MSWના વિવિધ કેટેગરીના પદો પર લાયક ઉમેદવારો અરજી કરી શકે, ૪૦૦થી વધુ જગ્યાઓ પર ભરતી.

સીમા સડક સંગઠન BRO ભરતી 2025

સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. સીમા સડક સંગઠન યાને BROમાં MSWના પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો આ ભરતી માટે લાયકાત ધરાવતા હોય તેઓ તેમાં સામેલ થવા માટે ઓફલાઈન માધ્યમથી અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

ઓફલાઈન એપ્લિકેશન ફોર્મ BROની સત્તાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. ત્યારબાદ તેને સંપૂર્ણપણે ભરીને નિયત સરનામે અંતિમ તારીખ પહેલાં એટલે કે, ૨૪મી ફેબ્રુઆરી, ૨૦૨૫ પહેલાં મોકલી શકો છો. છેવાડાના વિસ્તારો માટે અરજી પહોંચાડવાની આખર તારીખ ૧૧ માર્ચ, ૨૦૨૫ રાખવામાં આવી છે.

પદ

પોસ્ટકુલ ખાલી જગ્યા
MSW કૂક172
MSW મેસન172
MSW બ્લેક સ્મિથ75
MSW મેસ વેઇટર11

યોગ્યતા અને માપદંડ

આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે કોઈપણ માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ ૧૦ પાસ કર્યું હોવું જોઈએ અને સાથે જ સંબંધિત ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. સાથે જ ઉમેદવારની લઘુત્તમ વય ૧૮ વર્ષ થી માંડીને ૨૫ વર્ષ વચ્ચેની હોવી જોઈએ. અનામત શ્રેણીના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. જે-તે પદ મુજબ વિશેષ યોગ્યતાની તપાસ માટે ઉમેદવારોએ એકવાર સત્તાવાર નોટિફિકેશન જોઈ જવું અને ત્યારબાદ જ ફોર્મ ભરવું. ઉમેદવારો આ માટે સત્તાવાર વેબસાઈટ www.marvels.bro. gov.in પર જઈને ફોર્મ ડાઉનલોડ કરવા ઉપરાંત જાહેરનામું જોઈ શકે છે.

ફી કેવી રીતે જમા કરાવશો ? Marvels BRO Recruitment 2025

જે ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેમણે અરજી ફોર્મ સાથે અન્ય જરૂરી દાસ્તાવેજ જોડીને નિયત સરનામે મોકલવાના છે. સાથે જ ફી ની રસીદ પણ મોકલવાની રહેશે. જનરલ, OBC, EWS, પૂર્વ સૈનિક માટે ફી ૫૦ રૂપિયા રહેશે. યાદ રહે કે, ફી વિના ફોર્મ માન્ય રખાશે નહીં. SC, ST, PH વર્ગમાં આવનાર ઉમેદવાર ફી વિના ફોર્મ ભરી શકશે. અરજી ફી ઓનલાઈન માધ્યમથી ભરી શકાશે.

આ પણ વાંચો-

Leave a Comment