Municipal corporation Recruitment gujrat 2025: નવી મહાનગરપાલિકાઓમાં વર્ગ 1 અને 2 ની જગ્યાઓ માટે GPSC દ્વારા ભરતી, રાજ્ય સરકારનો નિર્ણય

Municipal corporation Recruitment gujrat 2025: સરકારી નોકરી મેળવવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે સારા સમાચાર બહાર આવ્યા છે. ગુજરાતની નવી મહાનગરપાલિકાઓમાં ભરતી ની જાહેરાત થઈ છે. જેમાં વર્ગ 1 અને 2 ના પદો માટે ભરતી માટે સરકાર દ્વારા મંજૂરી મળી ગઈ છે. જેના માટે અત્યારે જીપીએસસીના ચેરમેન શ્રી હસમુખ પટેલ દ્વારા “X” પર પોસ્ટ કરી જણાવવામાં આવ્યું છે કે સમગ્ર ભરતી પ્રક્રિયા જીપીએસસી દ્વારા હાથ ધરવામાં આવશે.

ગુજરાતમાં નવી મહાનગરપાલિકામાં ભરતી

જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અત્યારે રાજ્યમાં કુલ 9 નવી મહાનગરપાલિકાઓ બનાવવામાં આવેલી છે. જેમાં વાપી,નવસારી, મહેસાણા, નડિયાદ,ગાંધીધામ,પોરબંદર, મોરબી, આણંદ, સુરેન્દ્રનગર વગેરેને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવેલ છે. અને આ નવી મહાનગરપાલિકાઓમાં ભરતી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

જીપીએસસી ચેરમેન આઇપીએસ હસમુખ પટેલે કરી જાહેરાત

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ “X” પર પોસ્ટ કરીને હાલના ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન શ્રી હસમુખ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે”GPSC દ્વારા રાજ્યની નવી મહાનગરપાલિકાઓમાં વર્ગ 1 અને 2 ની જગ્યાઓ માટે ભરતી યોજાશે જેનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

નવી મહાનગરપાલિકા ભરતી ગુજરાત 2025 પરીપત્ર – અહિ ક્લિક કરો.

અસ્વીકરણ- અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત તમારી જાણકારી માટે વધારે માહિતી ઊંડાણપૂર્વક જાણવા માટે સત્તાવાર વેબસાઈટ પર ચેક કરવું.

આ પણ વાંચો-

Leave a Comment