PM Kisan Yojana 20th installment 2025: ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજનામાં ખેડૂતોને નામાંકિત કરવા માટે એક નવા વિશેષ અભિયાન ની શરૂઆત કરી છે. જે એક મેં 2025 થી 31 મે 2025 સુધી ચાલશે. કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ આ પીએમ કિસાન નામાંકન ડ્રો નો ઉદ્દેશ્ય એ છે કે દેશના તમામ પાત્ર ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શકે. જો તમે પણ અત્યાર સુધી આ યોજનાનો લાભ લઈ શકતા નથી અથવા તો તમને પૂરી માહિતી મળેલી નથી તો તમે 31 મે 2025 પહેલા આ 3 જરૂરી કામ પુરા કરી લો. નહીં તો તમને વાર્ષિક ₹6,000 નો લાભ મળશે નહીં.
31 મે 2025 સુધી પૂર્ણ કરો આ 3 કામ
આ અભિયાન હેઠળ ફક્ત જુના લાભાર્થીઓની પત્રકાર ચકાસવામાં આવશે એવું નહીં પરંતુ નવા ખેડૂતોને પણ યોજનામાં જોડવામાં આવશે. જેમને અત્યાર સુધી રજીસ્ટ્રેશન કરેલું નથી. રાજ્ય સરકારો અને સ્થાનિક પ્રશાસનો ને ગામડાના સ્થળ પર આ અભિયાનને સફળ બનાવવા માટે સહયોગ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. 31 મે 2025 સુધી તમારે આ ત્રણ મુખ્ય કાર્યો પૂરા કરવા પડશે:
e-kyc કરાવો
પોતાના આધાર કાર્ડને બેન્ક એકાઉન્ટથી લિંક કરાવો
જમીનના દસ્તાવેજો નું વેરિફિકેશન કરાવો.
e-kyc કેવી રીતે કરાવવું ?
સૌથી સારા સમાચાર એ છે કે હવે ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે e-kyc કરાવવા માટે કોઈપણ એજન્ટ પાસે અથવા તો સેન્ટર પર જવાની જરૂર નથી તમે પોતાના ઘરે બેઠી ને પોતાના મોબાઈલ દ્વારા સરળતાથી e-kyc કરી શકો છો.
સૌ પ્રથમ ગુગલ પ્લે સ્ટોર પર “PM KISAN” મોબાઈલ એપ ડાઉનલોડ કરો.
એપ્લિકેશનમાં પોતાનો આધારકાર્ડ નંબર અને લાભાર્થી આઈડી દાખલ કરો અને લોગીન કરો.
તમને પોતાના રજીસ્ટર મોબાઇલ નંબર પર OTP મળશે તેને દાખલ કરો.
. હવે તમારે “ફેસ ઓથેન્ટિકેશન” ફીચર નો ઉપયોગ કરવાનો છે. એપ્લિકેશનમાં આપવામાં આવેલા નિર્દોષોને મેળવો અને પોતાના ચહેરાને સ્કેન કરો.
આ રીતે તમારી e-KYC પ્રક્રિયા પૂર્ણ થઈ.
ક્યારે આવશે યોજનાનો 20મો હપ્તો ? PM Kisan Yojana 20th installment 2025
પીએમ કિસાન યોજનાનો 20 મો હપ્તો જુન 2025 માં આવે તેવી આશા છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતને માસિક રૂપિયા 2000 નો હપ્તો (DBT) ડાયરેક્ટ બેનિફિશ્યરી ટ્રાન્સફર દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ફેબ્રુઆરી 2025 માં 19 માં હપ્તો રૂપિયા 22000 કરોડ થી વધારે રકમ જાહેર કરવામાં આવી હતી જેનો ડાયરેક્ટ લાભ કરોડો ખેડૂતોને મળ્યો.
આ રીતે ચેક કરો પોતાનું નામ
તમે સરળતાથી ચેક કરી શકો છો કે પીએમ કિસાન યોજનામાં લાભાર્થી છો કે નહીં અને લિસ્ટ માં તમારું નામ છે કે નહીં:
લાભાર્થી સ્થિતિ ચેક કરવી
પીએમ કિસાન યોજના ની ઓફિસિયલ વેબસાઈટ www.pmkisan.gov.in પર જાઓ
હોમ પેજ પર ડાબી બાજુ “પોતાનું સ્ટેટસ જુઓ” ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
અહીં પોતાનો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરું કે અચ્છા કોડ ભરો અને “માહિતી મેળવો” પર ક્લિક કરો
તમારી લાભાર્થી સ્થિતિ તમે જોઈ શકશો.
લાભાર્થી યાદીમાં પોતાનું નામ ચેક કરવું
ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ
હોમ પેજ “લાભાર્થી યાદી” વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.
હવે પોતાનું રાજ્ય, જીલ્લો, બ્લોક અને ગામની પસંદગી કરો.
“રિપોર્ટ પ્રાપ્ત કરો” પર ક્લિક કરો.
તમારા ગામના તમામ લાભાર્થીઓની યાદી જોવા મળશે જેમાં તમે પોતાનું નામ ચેક કરી શકો છો.
આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરો.
જો તમારે પીએમ કિસાન યોજના સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી મેળવવી છે તો તમે નીચે આપ્યા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો:
155261
011-24300606
Read more-
- Ration card ₹1000 Monthly scheme: હવે રેશનકાર્ડ ધારકોને મળશે માસિક ₹1,000, જાણો આ નવી યોજના અને કરો અરજી
- કેન્દ્ર સરકારની મોટી ભરતી ! NIH માં ડાયરેક્ટ ભરતી, પગાર અને પદોની સંપૂર્ણ યાદી જોઈ લો
- PM Surya Ghar muft BIjli Yojana Subsidy 2025 : સોલર પેનલ લગાવવા પર ફક્ત આ લોકોને મળશે રૂપિયા 30,000 સબસિડી
- PMAY Urban Yojana 2025 Gujarat | PMAY-U 2.0) – પ્રધાનમંત્રી આવાસ યોજના શહેર માં ફોર્મ ભરવાના શરૂ, અહી જુઓ પ્રક્રિયા

GujVacancy.com પર અમે તમને ગુજરાત અને ભારતની નવીનતમ સરકારી નોકરીઓ, ખાનગી ભરતીની જાહેરાતો, નોટિફિકેશન, પરિણામ અપડેટ્સ અને સરકારી યોજનાઓની સંપૂર્ણ અને સાચી માહિતી પ્રદાન કરીએ છીએ.અહીં દરેક માહિતી સત્તાવાર સ્રોતો પરથી મેળવવામાં આવે છે અને વાચકો સુધી સરળ ભાષામાં અને ઝડપથી પહોંચાડવામાં આવે છે.