SBI CBO Recruitment 2025 Ahmedabad Circle Full Detail: 2600+ જગ્યાઓ પર સીધી ભરતી,પગાર ₹48,480,આજે અરજી કરો

SBI CBO Recruitment 2025 Ahmedabad Circle Full Details in Gujarati: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) એ Circle Based Officer (CBO) પદ માટે ભરતી જાહેર કરી છે. જો તમે બેંકિંગ ક્ષેત્રમાં તમારું ભવિષ્ય બનાવવાનું સ્વપ્ન જોતા હો, તો આ એક શાનદાર તક છે. ઉમેદવારોની પસંદગી ઓનલાઈન ટેસ્ટ, સ્ક્રિનિંગ, ઈન્ટરવ્યુ અને સ્થાનિક ભાષા પરિક્ષા દ્વારા કરવામાં આવશે. આવો જાણીશું SBI CBO 2025 ભરતી અંગે વિગતવાર માહિતી.

SBI CBO Recruitment 2025 | SBI CBO ભરતી 2025-26

વિગતોજાણકારી
ભરતીનું નામSBI Circle Based Officer ભરતી 2025
પદનું નામCircle Based Officer (CBO)
કુલ જગ્યાઓ2600+
અરજી શરૂ થવાની તારીખ09 મે 2025
છેલ્લી તારીખ29 મે 2025
ઓનલાઈન પરીક્ષાજુલાઈ 2025 (અંદાજિત)
પસંદગી પ્રક્રિયાઓનલાઈન પરીક્ષા, સ્ક્રિનિંગ, ઇન્ટરવ્યુ, સ્થાનિક ભાષા ટેસ્ટ
ઓફિશિયલ વેબસાઇટsbi.co.in

પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ

સર્કલપોસ્ટનું નામકુલ જગ્યાઓ (રેગ્યુલર)
અમદાવાદCircle Based Officer (CBO)240 નિયમિત + 33 બેકલોગ = 273

જરૂરી ભાષા: ગુજરાતી
નોંધ: ઉમેદવારો માટે ગુજરાતી ભાષામાં વાંચન, લેખન અને સમજણ આવશ્યક છે.

note-આ ભરતીમાં કુલ જગ્યા 2600+ છે જે સમગ્ર દેશ માં છે પરંતુ ગુજરાતમાં ફક્ત અમદાવાદમાં જ છે, જય કુલ ખાલી જગ્યા 273 છે. જે ધ્યાનમાં રાખવું.

શૈક્ષણિક લાયકાત

  • માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષયમાં સ્નાતક (Graduation) થવું જોઈએ.
  • મેડિકલ, એન્જિનિયરિંગ, CA, કોસ્ટ અકાઉન્ટન્ટ જેવી ડિગ્રી પણ માન્ય છે.

ઉંમર મર્યાદા (30.04.2025 મુજબ)

  • ઓછામાં ઓછી ઉંમર: 21 વર્ષ
  • વધારેમાં વધારે ઉંમર: 30 વર્ષ
  • જન્મ તારીખ: 01.05.1995 થી 30.04.2004 વચ્ચે હોવી જોઈએ.
  • ઉંમરમાં છૂટછાટ:
    • SC/ST માટે: 5 વર્ષ
    • OBC માટે: 3 વર્ષ
    • PwBD (SC/ST) માટે: 15 વર્ષ
    • PwBD (OBC) માટે: 13 વર્ષ
    • PwBD (GEN/EWS) માટે: 10 વર્ષ
    • પૂર્વ સૈનિકો માટે: 5 વર્ષ

જરૂરી દસ્તાવેજો

  • તાજેતરના ફોટો
  • સહી અને અંગૂઠાનો છાપ
  • ઓળખ પત્ર (આધાર કાર્ડ/પેન કાર્ડ/પાસપોર્ટ)
  • જન્મતારીખનો પુરાવો
  • શૈક્ષણિક પ્રમાણપત્રો
  • બેંકિંગ અનુભવના પ્રમાણપત્રો (ઓછામાં ઓછી 2 વર્ષનો અનુભવ)
  • રિઝ્યૂમ
  • ફોર્મ-16 અને છેલ્લી પગાર પત્તી

અરજી ફી

કેટેગરીફી
સામાન્ય / OBC / EWS₹750/-
SC / ST / PwBDમુક્ત (ફ્રી)

પસંદગી પ્રક્રિયા

  • ઓનલાઈન પરીક્ષા: 120 માર્ક્સના ઑબ્જેક્ટિવ પ્રશ્નો + 50 માર્ક્સનું ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ.
  • સ્ક્રિનિંગ: દસ્તાવેજ ચકાસણી અને અનુભવ સમીક્ષા.
  • ઈન્ટરવ્યૂ: 50 માર્ક્સનું ઈન્ટરવ્યૂ.
  • સ્થાનિક ભાષા પરીક્ષા: પસંદગી બાદ ભાષા જ્ઞાન ચકાસવામાં આવશે.

અંતિમ મેરિટ લિસ્ટ = ઓનલાઈન પરીક્ષા (75%) + ઇન્ટરવ્યૂ (25%) ના સ્કોર પરથી બનાવાશે.

પગાર ધોરણ (Salary)

  • પ્રારંભિક મૂળ પગાર: ₹48,480/- (2 એડવાન્સ ઈન્ક્રિમેન્ટ સાથે)
  • DA, HRA, CCA, PF, મેડિકલ ફેસિલિટી અને અન્ય લાભો ઉપલબ્ધ.
  • કુલ પગાર આશરે ₹70,000+ પ્રતિમાસ હોઈ શકે છે.

અરજી કરવાની પ્રક્રિયા

  • SBI ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ: sbi.co.in
  • “CURRENT OPENINGS” વિભાગમાં જઈને “Apply Online” પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • ઓનલાઈન ફી ચુકવો.
  • ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ કાઢી લો.

મહત્વપૂર્ણ તારીખો

અરજી શરૂ થવાની તારીખ09 મે 2025
છેલ્લી તારીખ29 મે 2025
કોલ લેટર ડાઉનલોડજુલાઈ 2025 (અંદાજિત)
ઓનલાઈન પરીક્ષાજુલાઈ 2025 (અંદાજિત)

મહત્વપૂર્ણ લિંક્સ

વર્ણનલિંક
ઓફિશિયલ વેબસાઈટSBI Careers
ઓનલાઈન અરજી કરોApply Online
નોટિફિકેશન ડાઉનલોડ કરોDownload PDF

Leave a Comment