વનબંધુ કલ્યાણ યોજના ૨૦૨૫-૨૬: ખેડુત અને પશુપાલકો માટે વિવિધ સહાય યોજનાઓ | Vanbandhu kalyan yojana 2025-26

Vanbandhu kalyan yojana 2025-26: વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (DSAG) દ્વારા કૃષિ, પશુપાલન અને તાલીમલક્ષી યોજનાઓ માટે અરજદારોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની તક આપવામાં આવી છે. લાયક અને લાભ મેળવવા માંગતા ઉમેદવારોએ તેમના પસંદગીના યોજનામાં ઓનલાઈન અરજી કરવાની રહશે. જેની વિગતવાર માહિતી નીચે આપેલી છે. અને અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ રીત પણ આપેલી છે.

વનબંધુ કલ્યાણ યોજના ૨૦૨૫-૨૬

વિગતમાહિતી
યોજના નામવનબંધુ કલ્યાણ યોજના ૨૦૨૫-૨૬
આયોજકવિકાસ એજન્સી ઓફ ગુજરાત (DSAG)
અરજી કરવાની રીતઓનલાઈન રજીસ્ટ્રેશન અને અરજી
ઓનલાઈન પોર્ટલwww.dsagsahay.gujarat.gov.in
લાભાર્થીઓઆદિજાતિ ખેડૂતો, પશુપાલકો અને વ્યાવસાયિક તાલીમ લેવા ઇચ્છતા વ્યક્તિઓ
જરૂરી દસ્તાવેજોરેશનકાર્ડ, જાતિનો દાખલો, ઓળખ કાર્ડ, ૭-૧૨/૮(અ)ની નકલ, PVTG/FRAVBPL પ્રમાણપત્ર, પાસબુક અથવા કેન્સલ ચેક
રજીસ્ટ્રેશન માટે સુવિધા કેન્દ્રોVCE, ઈ-ગ્રામ કેન્દ્ર, ગ્રામ પંચાયત કોમન સર્વિસ સેન્ટર, સાયબર કાફે
અરજીનો સમયગાળોઅલગ-અલગ યોજનાઓ માટે જુદા સમયગાળા

યોજનાઓ અને અરજીની સમયમર્યાદા

યોજનાનું નામઅરજી કરવાની છેલ્લી તારીખ
કૃષિ વૈવિધ્યકરણ યોજના૨૦ માર્ચ ૨૦૨૫
વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય યોજના૩૦ એપ્રિલ ૨૦૨૫
ફળાઉ ઝાડ રોપા માટે સહાય યોજના૩૦ એપ્રિલ ૨૦૨૫
સંકલિત ડેરી વિકાસ યોજના૩૦ એપ્રિલ ૨૦૨૫
બકરા ઉછેર સહાય યોજના૩૦ એપ્રિલ ૨૦૨૫
કૃષિ યાંત્રિકીકરણ સહાય (રોટાવેટર ૪ થી ૬ કે તેથી વધુ ફીટ / થ્રેશર મશીન)૩૦ એપ્રિલ ૨૦૨૫
કૃષિ યાંત્રિકીકરણ (મીની ટ્રેક્ટર) સહાય૩૦ એપ્રિલ ૨૦૨૫
વ્યવસાયલક્ષી તાલીમ યોજના૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬

કેવી રીતે અરજી કરવી ? Vanbandhu kalyan yojana 2025-26

  1. ઓનલાઈન રજીસ્ટ્રેશન:
    • www.dsagsahay.gujarat.gov.in પર લોગિન કરો.
    • તમારી પસંદગીની યોજનાઓમાં રજીસ્ટ્રેશન કરો.
  2. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો:
    • રેશનકાર્ડ, ઓળખપત્ર, જાતિનો દાખલો, ૭-૧૨/૮(અ) ની નકલ, PVTG/FRAVBPL પ્રમાણપત્ર, અને બેંક પાસબુક કે કેન્સલ ચેક અપલોડ કરો.
  3. યોજનાની પસંદગી કરો અને અરજી સબમિટ કરો:
    • તમે એકથી વધુ યોજનાઓ માટે એકસાથે અરજી કરી શકો.
  4. લાભાર્થીઓની પસંદગી:
    • ઉપલબ્ધ ગ્રાન્ટના આધારે લાભાર્થીઓની પસંદગી થશે.

મહત્વની માહિતી

  • રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ રહેશે.
  • સંબંધિત VCE, ઈ-ગ્રામ કે ગ્રામ પંચાયત કેન્દ્ર દ્વારા પણ અરજી કરી શકાય.
  • આ યોજનાઓ આદિજાતિ સમુદાયના લોકો માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે જેથી તેઓ કૃષિ અને પશુપાલન ક્ષેત્રે આત્મનિર્ભર બની શકે.

મહત્વપૂર્ણ: જો તમને આ યોજના અંગે વધુ માહિતી જોઈએ તો www.dsagsahay.gujarat.gov.in વેબસાઈટ પર મુલાકાત લો.

આ પણ વાંચો-

Leave a Comment